________________
૧૯૯
પ્રફુલ્લિત કરનારા ચંદ્રમાને જોઈ તેને વિનાકારણ નીચા પાડવાની બુદ્ધિવાળા રાહુ ગ્રાશ કરી જાય છે. તેમ પેાતાના મૃણાલ જેવા શુભ ગુણાથી પ્રવમાન (ચડતી) અને પેાતાના વચન અને ઉદાર હસ્તથી જગતને આનદ આપનાર મનુષ્યને જોઈ ને તેને વિનાકારણ ઉતારી પાડવાની ઈચ્છાવાળા દુર્જન સહન કરી શકતા નથી. પણ આ કંઈ નવાઈ જેવું નથી કારણ કે દુર્જનની સ્થિતિ આ પ્રમાણેજ વૃક (ગીધ) પક્ષીના જેવી છે.
त्यक्त्वा मौक्तिकसंहति करटिनो गृह्णन्ति काकाः पलं त्यक्त्वा चन्दनमाश्रयन्ति कुथितयोनिक्षतं मक्षिकाः । हित्वान्नं विविधं मनोहररसं श्वानो मलं भुञ्जते यल्लांति गुणं विहाय सततं दोषं तथा दुर्जनाः ॥ ४४९ ॥
જેવી રીતે હાથીના માથામાંથી નિકળતા મેાતીઓને છેડી દઇને કાગડા તેનું માંસ ગ્રહણ કરે છે, માખીઓ ચંદનને ત્યજીને મલીન ચેાનિક્ષત (ગુમડા)ના આશ્રય કરે છે, મનહર સુસ્વાદુ ભાજનને છેડીને કુતરા વિષ્ટા ખાય છે, તેવી રીતે દુર્જને હમેશાં ગુણ ત્યજીને દ્વેષ ગ્રહણ કરે છે.
N