________________
૧૨૭
ઉપકાર કરવામાં તત્પર શુભતા શીલ વિગેરે ગુણ સમુહવાળા નરવરને ઉત્પન્ન કીધા પછી, હતમતિ, નિર્દય, નિરંગેલ વિધાતા તેને હણે છે તો તેની કૃતિનું ફળ શું? પ્રાયે આ ભૂતળપર નિર્દય હૃદયી ઉત્તમ બુદ્ધિવાળા થતાજ નથી. रम्याः किं न विभूतयोऽतिललिताः सच्चामरभ्राजिताः
किं वा पीनढोनतस्तनयुगास्त्रस्तैणदीर्घक्षणाः किं वा सज्जनसंगतिनं सुखदा चेतश्चमत्कारिणी किं त्वत्रानिलधृतदीपकलिका च्छायाचलं जीवितं ॥ ३१४ ॥
અતિ સુંદર સુચામરોથી શોભતી વિભૂતિ શું રમ્ય નથી? અથવા તે ભરેલા કઠણ અને ઉન્નત સ્તન યુગ, અને બીધેલા હરણની આંખ જેવી સ્ત્રીઓ શું રમ્ય નથી? મનને ચમત્કાર પમાડનારા સજજની સંગતિ શું સુખદાઈ નથી? પણ પવનથી હાલતા દીપ શીખાની છાયા જેમ જીવિત ચલ છે. यद्येतास्तरलेक्षणा युवतयो न स्युगलद्यौवना
भूतिर्वा यदि भूभृतां भवति नो सौदामिनीसंनिमा वातोद्भूततरंगचंचलमिदं नो चेद्भवे जीवितं को नामेह तदेव सौरव्यविमुखः कुर्याजिनानां तपः॥३१५॥
જે આ તરલાલી યુવતિઓ યૌવનગત ન હોય, રાજાઓની વિભૂતિ વિજળી જેવી ન હોય અને પવનથી ઉત્પન્ન થયેલ તરંગેના જેવું જીવિત ચંચલ ન હોય તે ક મનુષ્ય આવા સુખથી વિમુખ થઈ જીનેશ્વરના તપનું આચરણ કરે ?