________________
૧૩૭
न कान्ता कान्तान्ते विरहशिखिनो दीर्घनयना न कान्ता भूपश्रीस्तडिदिव चला चान्तविरसा | न कान्तं ग्रस्तान्तं भवति जरसा यौवनमतः
श्रयन्ते ते सन्तः स्थिरसुखमयीं मुक्तिवनितां ॥ ३३६ ॥
અન્તમાં વિરહાગ્નિ કરનારી દીનયના કાન્તા કમનીય નથી, વિદ્યુત્ની માફ્ક ચલ અને અન્તમાં વિરસ એવી રાજ લક્ષ્મી પણ કમનીય નથી, તેમજ જરાથી જેના અન્ત આવે છે એવું યૌવન પણ કમનીય નથી. તેથી સન્તજને સ્થીર સુખ અર્પનારી મુક્તિ વધુના આશરેા લે છે.
वयं येभ्यो जाता मृतिमुपगतास्तेऽत्र सकलाः
समं यैः संवृद्धा ननु विरसतां तेऽपि गमिताः । इदानीमस्माकं मरणपरिपाटी क्रमगता
न पश्यन्तोऽप्येवं विषयविरतिं यान्ति कृपणाः ॥ ३३७ ॥
આપણે જેનાથી જન્મ્યા તે સર્વે મૃત્યુને પામી ગયાં. જેની સાથે મ્હોટા થયા તે પણ વિરસતાને પ્રાપ્ત થયા. હવે મરણ પરિપાટીના ક્રમને અમે પણ પ્રાપ્ત થયા છીયે. એટલે મૃત્યુની નજીક પહોંચ્યા છીએ. છતાં પણ કૃપણા વિષય વિરતિને પામતા નથી. એટલે વિષયથી વિરત થતા નથી.
स यातो यात्येष स्फुटमयमहो यास्यति मृतिं परेषामत्रैव गणयति जनो नित्यम्बुधः ।