________________
૨૨૯
सद्रत्नत्रयशातमार्गणगणं गृहन्ति यच्छित्तये संतः शान्तधियो जिनेश्वरतपःसाम्राज्यलक्ष्मीश्रिताः ॥३१८॥
સમસ્ત જગત સમસ્ત પ્રાણિઓના નાશ કરવા માટે અજીત્ય શક્તિવાળા મૃત્યુથી વ્યાપ્ત થયેલું છે એમ સમજી, મૃત્યુના નાશ માટે શાંત બુદ્ધિ સંતજને ઉત્તમ પ્રકારના રત્નત્રયી રૂપી સુખદાયી માર્ગને ગ્રહણ કરે છે, અને જીનેશ્વર પ્રરૂપિત કપરૂપી સામ્રાજ્ય લક્ષ્મીને આશ્રય સ્વીકારે છે.
પ્રકરણ ૧૩ મું
સામાન્ય અનિત્યતા નિરૂપણ कार्याणां गतयो भुजङ्गकुटिलाः स्त्रीणां मनश्चञ्चलं
नैश्वर्य स्थितिमत्तरंगचपलं नृणां चयो धावति । संकल्पाः समदाङ्गनाक्षितरला मृत्युः परं निश्चितो मत्वैवं मतिसत्तमा विदधतां धर्मे मतिं तत्त्वतः ॥३१९॥
આ સંસારમાં કર્મની ગતિ સર્ષની સમાન વાંકી છે, સ્ત્રીઓનું મન ચંચલ છે, ઐશ્વર્ય સંપત્તિ પાણીના તરંગની માફક ચંચલ છે, અને માણસોનો સમુહ (સ્વાર્થ પૂરો થયા બાદ) રવાના થનાર છે અને સંક૯પ વિકલ્પની પરંપરાઓ કામવિકારથી વ્યાસ એવી કામિનીના નેત્રની માફક ચપલ છે અને છેવટે મૃત્યુ નિશ્ચયથી આવવાનું જ