________________
10
છે. આ પુનઃ પ્રકાશન પ્રસંગે પૂર્વ સંપાદકનો ઉપકાર માનીએ છીએ તથા પૂર્વ પ્રકાશક પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ છીએ.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ આજથી ૨૬ વર્ષ પૂર્વે સાત ક્ષેત્રની ભક્તિ અર્થે સ્થપાયેલ...જિનશાસનના વિવિધ કાર્ય કરતાં કરતાં ‘શ્રુતરક્ષા’ એ તેનું અભિન્ન અંગ બની રહ્યું. પૂર્વ મહાપુરૂષો રચિત-સંપાદિત અને હાલ જીર્ણ-શીર્ણ અવસ્થાને પામેલા શાસ્ત્રોને અભયદાન એ તેનો ઉદ્દેશ રહ્યો છે. પ્રભુની શ્રુત પરંપરા હજી ૧૮,૫૦૦ વર્ષ સુધી અખંડ ચાલી રહે એ જ એક ઉદાર આશયથી આજ સુધીમાં લગભગ ૩૦૦ પુસ્તકો પ્રકાશિત કરીને શ્રી સંઘને ચરણે ભેટ ધરવામાં આવ્યા છે. ૫.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ.શ્રી.વિ. હેમચંદ્રસૂરિશ્વરજીના મ. ની પ્રેરણા અને માર્ગદર્શન એ જ અમારા ટ્રસ્ટનો પ્રાણ છે. હજી પણ પૂજ્યશ્રી અમારા પર અનુગ્રહ કરે અને અમે વધુ શ્રુતરક્ષા ને શાસનસેવા કરી શકીએ એ જ અંતરની અભ્યર્થના સહ.
દ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી, શ્રી ચંદ્રકુમાર બાલુભાઈ જરીવાલા શ્રી લલિતકુમાર રતનચંદ કોઠારી શ્રી પુંડરિકભાઈ અંબાલાલ શાહ