Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
- ઉપર કહેલા બધા ગુણે પ્રાપ્ત કર્યા હોય છતાં પણ જે ગૃહસ્થ માતાપિતાને પરમ ભક્ત ન હોય તે તે ધમને અધિકારી બનતું નથી, તેથી “માતાપિતાની ભકિત–સેવા કરવારૂપ” નવાં ગુણ વણવી બતાવે છે. આ પ્રસંગે ગ્રંથકારે સપુત્રના લક્ષણેનું સારું વિવેચન કરી બતાવ્યું છે, અને તે ઉપર કેટલાએક મનોરંજક દાખલાઓ આપી એ ગુણની ઉપયોગિતા સિદ્ધ કરી બતાવી છે. ઉપયુક્ત સર્વ ગુણે પ્રાપ્ત થયા છતાં પણ ગૃહસ્થ પિતાના જીવનમાં સાવચેત રહેવાનું છે. કોઈ પણ સ્થળ ઉપદ્રવવાળું જોવામાં આવે તે તત્કાળ તેને ત્યાગ ક જોઈએ. તે ત્યાગને જ દશમાં ગુણ તરીકે ગણી ગ્રંથકારે “ગૃહસ્થ કેવા દેશમાં અને કેવા સ્થળમાં રહેવું જોઈએ, એ વિશે સારૂં વિવેચન કરેલું છે, નઠારા સ્થળમાં વાસ કરવાથી કેવી હાનિ થાય છે, તે વિષે પદ્મપુર નગરના નિર્વિચાર રાજાનું અસરકારક દષ્ટાંત આપી આ ગુણેની ખરી ઉપયોગિતા સિદ્ધ કરી બતાવી છે. : સારા એચ સ્થળમાં વાસ કરનાર ગૃહસ્થ પણ કોઈવાર નિંદિત કાર્યમાં પ્રવૃત્ત થઈ જાય છે. તેથી તે પછી “નિંદિત કાયમાં પ્રવૃત્તિ ન કરવારૂપ” અગીચારમાં ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અન્ય કાર્ય આરંભ, પ્રજોગ સાથે વિરોધ, બલવાની સાથે સ્પર્ધા અને સ્ત્રી જાતિને વિશ્વાસ એ ચાર જ મૃત્યુના દ્વાર કહેવાય છે, તે વિષે વિવેચન કરી અને ઉજજયની નયરીના રંગ નામના બ્રાહ્મણની દષ્ટાંત-કથા આપી ગ્રંથકારે આ પગી મહાન ગુણને ઉત્તમ મહિમા વર્ણવી બતાવ્યો છે. તે પછી સ્વજન, સ્વજાતિ અને રાજ્યને અહિતકારી કર્તવ્યને અંગીકાર ન કરવાને બેધ આપે છે અને તેથી કેવી હાનિ થાય છે, તે વિષે અનેક પ્રમાણે આપી સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
ઉપર કહેલા બધા ગુણ પ્રાપ્ત કર્યા હોય તે છતાં જો પિતાના ઘરવ્યવહારની સ્થિતિને વિચાર કર્યા વગર ઉડાઉપણે ખર્ચ રાખે તે તેની વ્યવહાર નૌકા ચાલી શકતી નથી, તેથી તે પછી જ “આવડના પ્રમાણમાં ખર્ચ રાખવિના બારમે ગુણ વર્ણવી બતાવવામાં આવ્યો છે. ગૃહસ્થ ઉપાર્જન કરેલ દ્રવ્યમાંથી કેવી રીતે વ્યય કરો અને ઉપયોગ કરે, તે વિષે આ પ્રસંગે ઘણું વિવેચન કરી એક કૃપણ શ્રેષ્ઠીનું અસરકારક દષ્ટાંત આપેલું છે. અને વૈભવને અનુસાર ખરચ કરનાર ગૃહસ્થ પ્રતિષ્ઠા, યશ, પુણ્ય સુખ અને સંપત્તિ સારી રીતે મેળવી પિતાના ગૃહસ્થાવાસને સારી રીતે દીપાવે છે, એમ પ્રતિપાદન કર્યું છે. - ગુહસ્થ આચિત વ્યય કરનાર હેય પણ જે તે ગૃહસ્થને છાજે તે વૈષ પહેરે નહીં તે તે ગૃહસ્થ પિતાની પ્રતિષ્ઠાને યથાર્થ જાળવી શકતો નથી, તેથી તે પછી ગ્રંથકારે “વૈભવને અનુસાર વેષ રાખવાને ” તેરમે ગુણ