________________
જન્મના વર્ષ અંગે અનુમાન કરતાં (પૃ. ૫૩ માં) એમણે લખ્યું છે કે, “ Shantidas was probably born during the last dacade or two of the reign of Akbar.” (અર્થાત “ શાંતિદાસનો જન્મ, ઘણે ભાગે, અકબરના રાજ્યના છેલ્લા બે દાયકા દરમ્યાન થયે હતે.”) બાદશાહ અકબરના રાજ્યશાસનને સમય સને ૧૫૫૬ થી ૧૬૦૫ એટલે કે વિ. સં. ૧૬૧૨ થી ૧૬૬૧ સુધીને હતા. એટલે એના છેલ્લા બે દાયકા વિ. સં. ૧૬૪૧ થી ૧૬૬૧ ના ગણાય, જે દરમ્યાન શેઠ શાંતિદાસનો જન્મ થયો હેવાનું છે. કેમિસેરિયટે અનુમાન કર્યું છે.
આ બન્ને પુસ્તકના ઉપર્યુક્ત ઉલલેખ ભલે શાંતિદાસ શેઠને જન્મ વિ. સં. ૧૬૪૫ માં થયાનું સ્પષ્ટરૂપે જર્ણવતા ન હોય, આમ છતાં એ એમને જન્મ વિ. સં. ૧૬૪૫ માં થયો છે કલ્પના કે એવા અનુમાનનું, આનુષંગિક પુરાવારૂપે, આડકતરું સમર્થન કરે છે, એટલું તે સ્વીકારવું જ જોઈએ. મતલબ કે, શાંતિદાસ શેઠને જન્મ વિ. સં. ૧૬૪૫ થયું હતું એ જે ઉલેખ, આયંબિલ શાળામાંની એમની છબી ઉપર કરવામાં આવેલ છે, એને સાવ નિરાધાર કે કેવળ નરી ક૯પનારૂપ માની લેવાની જરૂર નથી.
નગરશેઠ શાંતિદાસ ઝવેરીની આ છબીનું તથા એમની જન્મસંવતનું ઐતિહાસિક મહત્વ હેવાથી એ સંબંધી આટલી વિગતે અહીં રજૂઆત કરી છે.
આ ગ્રંથમાં આપવામાં આવેલ છબીઓ પેઢીના જંગી દફતરમાં જૂનામાં જૂના જે દસ્તાવેજ છે, તે છે મેગલ શહેનશાહએ, જગદ્ગુરુ હીરવિજયસૂરિજી વગેરેને તથા નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને આપેલાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય વગેરેની માલિકીના હક્કો જેન સંધને અર્પણ કર્યા સંબંધીનાં બાદશાહી ફરમાને. અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું નામ ઓછામાં ઓછું અઢી વર્ષ (વિ. સં. ૧૭૮૭) કરતાંય વધુ જૂનું છે, એને લેખિત પુરા શ્રી શત્રુંજય મહાતીર્થને ચેપડામાંથી જ મળે છે.
આવી બધી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી દસ્તાવેજી સામગ્રી પણ પેઢી પાસે સારા પ્રમાણમાં વિદ્યમાન અને સારી રીતે સચવાયેલી હેવાથી, એમાંના કેટલાય દસ્તાવેજોની છબીઓ આ ગ્રંથમાં આપવાની લાલચ મને થઈ આવે એ સ્વાભાવિક હતું. પણ આ લાલચને જે નિયંત્રણમાં ન રાખું તે, આમાં શેની છબી આપવી અને શેની ન આપવી એની વિમાસણમાં જ મારે અટવાઈ જવું પડે; અને આવી સામગ્રીની છબીઓની મર્યાદા જ રહેવા ન પામે. આવું બનવા ન પામે એટલા માટે, ઉપર જેની વિગત વિસ્તારથી આપી છે તે, નગરશેઠ શાંતિદાસ ઝવેરીની છબી આપવા ઉપરાંત, આ ગ્રંથમાં બહુ જ અગત્યના લાગ્યા, એવા થોડાક દસ્તાવેજોની, ત્રણ શિલાલેખેની, તથા કેટલીક ઇમારતેની છબીઓ આપીને જ મેં સંતોષ માન્યો છે. આમાં રખોપાના કયા કયા કરારની છબીઓને સમાવેશ થાય છે. તેની વિગત અગાઉ (પૃ. ૧૨ માં) અપાઈ ગઈ છે.
આ રીતે આ ગ્રંથમાં કુલ ૨૬ છબીઓ આપવામાં આવી છે; અને એની યાદી આ ગ્રંથના અનુક્રમને અંતે આપવામાં આવી છે.
આ છબીઓમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની ચાર સુંદર છબીઓ આપવામાં આવેલ છે; અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org