________________
૨૭
ચેડી દેવામાં આવ્યું છે, એટલું જ નહીં, એના ઉપર રંગ કરાવીને એને નવા જેવું અને વધુ ચમકદાર પણ બનાવવામાં આવ્યું છે. અને આ રીતે આ ચિત્રને રંગીન બનાવતી વખતે ગુરુ-શિષ્યના નામમાં પણ થોડો ફેરફાર કરવામાં આવ્યા છે, જેમ કે મૂળ ચિત્રમાં ગુરુનું નામ “શ્રી રાયસાગર” લખ્યું હતું તે “શ્રી રાજસાગર' અને શિષ્યનું નામ “શેઠ સાંત્વીદાસ” લખ્યું હતું તે “શેઠ, શાંતિદાસ” લખવામાં આવેલ છે. આ ફેરફારને ધ્યાનમાં લેતાં “ગુજરાતનું પાટનગર અમદાવાદ” પુસ્તકમાં છપાયેલ ચિત્ર તથા પેઢી પાસેનું ચિત્ર આ ફેરફાર કે સુધારા પહેલાંના અસલ ચિત્રને વધુ મળતું આવે છે,. એમ. સ્પષ્ટ લાગે છે.
સ્થાનફેર અને રંગફેર કરવામાં આવેલ આયંબિલ શાળામાંના આ ચિત્ર સંબંધી માહિતી આ પ્રમાણે આપવામાં આવેલ છે: “પૂજ્યપાદ આચાર્ય દેવ ૧૦૦૮ શ્રીમદ રાજસાગર સૂરીશ્વર કરતા શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિદાસ શેષાકિરણ. અસલ પ્રતિકૃતિ સાગરગચ્છના જુના ઉપાશ્રયના એક કાષ્ટસ્તંભમાંથી ઉદ્દત.”
જન્મસંવતવાળી છબી નગરશેઠ શાંતિદાસ ઝવેરીનો જન્મ કયા વર્ષમાં થયું હતું એને સ્પષ્ટ કે ચોક્કસ ઉલ્લેખ ક્યાંય મળતું નથી. આમ છતાં, આયંબિલ શાળામાં ગુરુ-શિષ્યની આ છબીવાળી દીવાલ ઉપર, તકિયાને અઢેલીને મોટી ગાદી ઉપર બેઠેલી, શ્રેષ્ઠીને શોભે એવાં વસ્ત્રો અને આભૂષણોથી પ્રભાવશાળી લાગતી અને બે હાથ જોડેલી શ્રી શાંતિદાસ શેઠની મોટી આકર્ષક છબી ચીતરવામાં આવી છે. આ છબીની ખાસ નોંધપાત્ર વિશેષતા એ છે કે, એમાં “જન્મસંવત ૧૬૪૫” એમ સ્પષ્ટ રૂપે એમની જન્મસાલ નોંધવામાં આવી છે. આ નેધ શા આધારે કરવામાં આવી છે, તે શોધવાનું રહે છે. કેમ કે પરમપૂજ્ય આચાર્ય મહારાજ (તે વખતે મુનિ) શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈએ સંશોધિત કરેલ અને વિ. સં. ૧૯૬૯ માં પ્રગટ થયેલ “જૈન ઐતિહાસિક રાસમાળા” ભાગ ૧ માં આપવામાં આવેલ રાસોને સારમાં (પૃ. ૮) સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, “તેમને જન્મ ક્યારે થયે, માતાનું નામ શું હતું તે હમણાં તે અજ્ઞાત છે.”
આમ છતાં એમને જન્મ વિ. સં. ૧૬૪૫ માં થયું હતું એવી કલ્પના કરવાનું મન થાય એવા બે આધારે મળે છે, તેને પણ અહીં ઉલ્લેખ કરવો જોઈએ, જે આ પ્રમાણે છે–
(૧) ભાવનગરથી પ્રગટ થતા “જૈન” સાપ્તાહિકના સને ૧૯૪૧ ના ભેટપુસ્તક તરીકે પ્રગટ થયેલ અને શ્રીયુત ડુંગરશી ધરમશી સંપટે લખેલ “પ્રતાપી પૂર્વજો” પુષ્પ બીજું નામે પુસ્તકમાં આપવામાં આવેલ શાંતિદાસ ઝવેરીના પરિચયને અંતે (પૃ. ૪૦માં) નોંધવામાં આવ્યું છે કે, “શેઠ શાંતિદાસને સને ૧૬૫૯ (સંવત ૧૭૧૫) માં સ્વર્ગવાસ થયો હતો. આ વખતે શાંતિદાસની વય ૭૦ વરસ લગભગ હેવી જોઈએ.”
(૨) આ પુસ્તકથી છ વર્ષ અગાઉ, સને ૧૯૩૫ માં, પ્રગટ થયેલ અને વિખ્યાત ઈતિહાસવિદ્દ પ્રોફેસર એમ. એસ. કમસેરિયટે લખેલ “ Studies in the history of Gujarat” નામે પુસ્તકમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરીને પૃ. ૫૩ થી ૭૮ સુધી ૨૫ પૃષ્ઠોમાં સવિસ્તર પરિચય આપ્યો છે; એમાં એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org