________________
ท તેથી જ શ્રી શત્રુંજય તીર્થની સાથે તથા એના યાત્રિકાની સાચવણીના ઇતિહાસ સાથે નગરશેઠ શાંતિદાસ ઝવેરીનું નામ ડગલે ને પગલે સ`કળાયેલું જોવા મળે એમાં શી નવાઈ?
આ અંગે વિશેષ નોંધપાત્ર અને હર્ષોં તથા ગૌરવ ઉપાવે એવી હકીકત તા એ છે કે, શ્રી શત્રુ...જય મહાતીર્થના વહીવટ ઉમદા રીતે ચલાવવાની નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ, અમદાવાદ શ્રીસ ધના ધર્મભાવનાશીલ અગ્રણીઓને સાથ-સહકાર મેળવીને, સ્થાપેલી આ પરપરા, એમના ઉત્તરાધિકારી નગરશેઠે તથા અન્ય પ્રતાપી અને ધર્મની ધગશવાળા મહાપુરુષોએ, દસ દસ પેઢી સુધી, અખંડપણે સાચવી રાખી છે, એટલું જ નહીં, સમયના વહેવા સાથે, શેઠે આણુંદજી કલ્યાણજીની પેઢીના ઉત્તરાત્તર વિસ્તૃત થતા રહેલા વહીવટને પણ ખૂબ બાહેાશી અને સફળતાપૂર્ણાંક સંભાળી જાણ્યા છે. તીર્થરક્ષા, ધર્મ શ્રદ્ધા, રાજ્યમાન્યતા તથા પ્રજામાન્યતાની પર ́પરા એકધારી દસ દસ પેઢી સુધી સચવાતી રહી હાય એવા દાખલા મળવા બહુ મુશ્કેલ છે. વર્તમાન સમયમાં આ પરંપરાની સાચવણી કરીને એને વિશેષ ઊજળી કરી જનાર પુણ્યશાળી અગ્રણી તે સ્વસ્થ શ્રેષ્ટિવ` કસ્તૂરભાઈ લાલભાઈ.
વર્તમાન ટ્રસ્ટી મ`ડળની કાર્યનિષ્ઠા
શેઠશ્રી કસ્તૂરભાઈની હયાતીમાં જ, વિ. સ. ૨૦૩૨ ની સાલમાં, તેઓ પેઢીના પ્રમુખપદેથી નિવૃત્ત થયા ત્યારે જ, શ્રીસંધે એમના અનુગામી તરીકે પેઢીના પ્રમુખપદની માટી જવાબદારી તેના ઉદ્યોગનિષ્ણાત સુપુત્ર શેઠશ્રી શ્રેણિકભાઈને સાંપી હતી. આ અનેકમુખી અને અટપટી જવાબદારીને સફળ રીતે પાર પાડવામાં શેઠશ્રી શ્રેણિકભાઈ તન-મન-ધનથી જે જહેમત ઉઠાવી રહ્યા છે તથા સમયને ભાગ આપે છે અને એમાં એમના સાથીઓ એટલે કે પેઢીનું ટ્રસ્ટી મંડળ અર્થાત્ પેઢીના વહીવટદાર પ્રતિનિધિ, શ્રેષ્ઠી મહાનુભાવેા, એક ધ્યેયલક્ષી જૂથની જેમ, નિષ્ઠાપૂર્ણાંક જે સાથ, સહકાર અને દરેક રીતને ભેગ આપે છે, તે જોઈને મન ખૂબ ઠરે છે અને પ્રસન્નતા અનુભવે છે.
નગરશેઠ શાંતિદ્યાસ ઝવેરીની છમી
પેઢીના દફ્તરમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરીની એક રંગીન અને એના ઉપરથી ફાટાગ્રાફીથી પાડેલ એકર’ગી ( બ્લેક એન્ડ વ્હાઈટ) છઞી સચવાયેલી છે. આ ખીમાં નગરશેઠ શાંતિદાસના ગુરુ શ્રી રાજસાગરસૂરિજીને ઊંચે આસને બેઠેલા અને શ્રી શાંતિદાસ ઝવેરીને, એમની સામે હાથ જોડીને, નીચે બેઠેલા ચીતરવામાં આવ્યા છે. અને એમાં આળખ માટે “શ્રી રાયસાગરસૂરિ” અને “શ્રી સાંન્તીદાસ” એવું લખાણુ મૂકવામાં આવ્યું છે. આ ચિત્રને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. નીચેના ભાગમાં ગુરુ અને શિષ્યનાં ચિત્રા આપવામાં આવ્યાં છે અને ઉપરના ભાગમાં શિખર જેવું ચિતરામણુ કરીને ઉપર ફરકતી ધજા તથા સૂર્ય અને ચંદ્ર દારવામાં આવ્યાં છે. પણ આ પુસ્તકમાં તે માત્ર ગુરુ અને શિષ્યનાં ચિત્રાવાળા નીચેના ભાગ જ આપવામાં આવ્યા છે.
આ છમ્મી એક કલ્પિત છખી છે, એ દેખીતુ છે; આમ છતાં આ અંગે તપાસ કરતાં એટલું જાણી શકાયું છે કે, આ છક્ષ્મી એક બીજી ખીના આધારે ચીતરવામાં આવી છે, એની વિગત આ પ્રમાણે છે—
આ ક્ખી જોઈને મને આવી ક્ષ્મી સ્વનામધન્ય સાક્ષરરત્ન શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈએ લખેલ “ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ” નામે પ્રથમણિમાં કયાંક જોઈ હાવાનું યાદ આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org