Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 17
________________ ૧૪ જોટા ન મળી શકે એવી એક અભૂતપૂ, અદ્ભુત, ચેતનવતી, ઐતિહાસિક અને શકવતી કહી શકાય એવી આ ઘટના હતી. પેાતાના પરમ પાવનકારી તી ધામના અને એને લગતા, પરાપૂર્વ`થી ચાલ્યા આવતા હક્કોને માટે જૈન સ ંધે, આ શાંત અને અહિંસક લડત વખતે, સરૂપ, એકતા અને એકવાકયતાની જે સક્રિય ભાવના દાખવી હતી, તે ખરેખર, અપૂર્વ અને અદ્વિતીય કહી શકાય એવી હતી. એટલે, ખરી રીતે, જૈન પરંપરાના ગૌરવવંતા ઇતિહાસ ઉપર સુવર્ણ કળશ ચડાવે એવી અનેાખી આ ઘટના હતી. આ ઘટનાની આટલી બધી મહત્તા હેાવાથી, મે બનાવની મહત્ત્વની વિગતાથી જૈન સંઘ માહિતગાર થાય એ મને ઇચ્છવા જેવું અને જરૂરી લાગ્યું. એટલે યાત્રા-બહિષ્કારની આ અદ્ભુત લડતની વિગતવાર માહિતી, રખેાપાના કરારાને લગતા દસમા પ્રકરણની પાદને ધેા પૂરી થયા પછી, ખાસ “ પુરવણી” રૂપે મેં આપી છે. આ પ્રકરણને લગતી આવી માહિતી “પુરવણી” રૂપે આપવાનુ એથી જ શકય બન્યું કે, એને લગતી સામગ્રી પણુ, પેઢીના દકતરમાં, સારા પ્રમાણમાં સચવાયેલી છે. ና ፡፡ વાચાના અધિકાર આટલા સમય, આટલા ખર્ચ અને આટલા પરિશ્રમ પછી પણ આ લખાણ કેવું થઈ શકયુ છે, એ અંગે હું કઈ પણ કહું એ સર્વથા અનુચિત જ ગણાય. આમ છતાં, બહુ જ નમ્રતા સાથે, હું એટલું જરૂર કહી શકું કે, આ કામ સરખું અને ઓછામાં ઓછી ખામીવાળું થાય, એ માટે મેં મારાથી બનતા પ્રયત્ન કરવામાં ઉપેક્ષા સેવી નથી. બાકી આ ગ્રંથની ખામી અને ખૂખી અંગે કહેવાના ખરા અધિકારી તા સહૃદય વાચકેા જ ગણાય. હું તા આ તબક્કે એટલું જ ઇચ્છું છું અને પ્રાર્થુ છું કે, આ ગ્રંથ વાચાને કટાળાજનક ન લાગે અને ગૌરવશાળી જૈન પરંપરાનું આછું પાતળું પણ દર્શન કરાવે. સાથે સાથે હું મારા ઈષ્ટદેવને અંતઃકરણથી એવી પણ પ્રાર્થના કરું છું કે, આ કામની જવાબદારીમાંથી હું જલદી મુક્ત થઈ શકું એ માટે આના ખીજો ભાગ પૂરા કરવાની કૃપા-પ્રસાદી અને શક્તિ મને આપતા રહે. નગરશેઠ શાંતિદાસ ઝવેરી વગેરેની સેવાઓ અહમદશાહ બાદશાહે ગુજરાતના નવા પાટનગર તરીકે અમદાવાદ ( અહમદાબાદ) શહેર વિ. સ’. ૧૪૬૮ માં વસાવ્યું. તે પછી દોઢસા-પાણાબસેા વર્ષ બાદ, શ્રી શત્રુંજય મહાતીર્થં અને એના યાત્રિકાની સાચવણીના જવાબદારીભર્યું વહીવટ અમદાવાદ શહેરના શ્રીસધના હાથમાં આવી ગયે હતા એમ, આનુષંગિક હકીકતો ઉપરથી, જાણી શકાય છે. આ સમય એટલે સમ્રાટ અકબરના પ્રતિખાધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીના વિ. સં. ૧૯૫૨ સુધીના સમય. અને તે પછી મેાગલ શહેનશાહે। અકબર, જહાંગીર, શાહજહાં, મેારાધ્યક્ષ તથા ઔરગઝેબ એમ પાંચે ખાદ્શાહેાના શાસન દરમ્યાન, રાજશાસન ઉપર અસાધારણ પ્રભાવ અને વગ ધરાવનાર, નગરશેઠ શાંતિદાસ ઝવેરીના કાર્યકાળ. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તથા એના યાત્રિકાનાં જાન-માલના રક્ષણ માટેનેા, પાલીતાણા રાજ્ય સાથેના, રખાપાના સૌથી પહેલે કરાર અમદાવાદના સ`ઘના પ્રભાવશાળી મુખ્ય અગ્રણી નગરશેઠ શાંતિદાસ ઝવેરી તથા રતન અને સૂરા નામના આસવાલ ભાઈઓના નામથી, વિ. સં. ૧૭૦૭ માં, અમદાવાદમાં જ થયા હતા, એ જ બતાવે છે કે, અમદાવાદના શ્રીસંઘના તથા ખાસ કરીને એ નગરશ્રેષ્ઠીશ્રીના હૈયે એ તીર્થનું તથા યાત્રિકાનું હિત સાચવવાની ચિંતા અને ધગશ કેટલી બધી ઊંડી હતી ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 405