________________
( ૮ ).
ના હતા પદનું જ વારંવાર સ્મરણ કર્યા કરે છે. તેથી જ તેને દ્વાદશાંગના રહસ્યભૂત કહેલ છે. ૧૩–૧૪.
તે જ કારણ માટે તે મહામંત્રના પ્રકાશકર્તાને નમસ્કાર કરવામાં આવે છે –
જેમણે આ મહામંત્રને પ્રકાશિત કરેલ છે પ્રગટ કરેલ છે. એવા તીર્થકર તેમજ ગણુધરાદિકને પ્રભાતમાં સંભારવા–તેમનું સ્મરણ કરવું અને પોતાના આત્માને કૃતાર્થ માનતા એવા ભવ્ય જીએ તેમને શુભ ચિત્તવડે નમસ્કાર કરે. ૧૫.
હવે આ હકીકતને ઉપસંહાર કરતા સતા ઉપદેશ આપે છે
નમસ્કાર મહામંત્રથી બીજે કઈપણ સારભૂત મંત્ર ત્રણ લકમાં નથી, તેથી નિરંતર પરમ ભક્તિવડે તેને પાઠ કરે. ૧૬.
એ મંત્રને વિધિપૂર્વક ભણવા માટે દષ્ટાંત સાથે ઉપદેશ આપે છે –
સપોદિકના મંત્રે પણ અવિધિપૂર્વક ભણ્યા સતા વિષને નાશ કરતા નથી, તેથી વિધિપૂર્વક વિનય બહુમાન સાથે આ મહામંત્રનું પઠન, અધ્યન ને સ્મરણ કરવું.
તે મંત્ર આ પ્રમાણે – _ नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए सबसाहूणं । एसो. पंचनमुकारो । सहगावप्पणासणो । मंगलाणं च सम्बेसि । पढम દવા છે આ પ્રમાણે સર્વસંમત મંત્ર જાણવે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org