________________
(
૭)
રૂપ ગણાય છે તેમ અને અનેક પ્રકારના દ્રવ્યોના સંચયમાં રત્નને સંચય કે જેના વડે પ્રાણી મહદ્ધિક ગણાય છે-ઉત્તમ ગણાય છે તેમ જિનેદિત ધર્મ સર્વ ધર્મમાં પ્રધાન શ્રેષ્ઠ છે. ૨૮૮-૮૯
વળી જેમ સર્વ પ્રકારના ચંદનમાં ગશીર્ષ (દિવ્ય) ચંદન સુગંધ વિગેરે ગુણથી શ્રેષ્ઠ ગણાય છે, સદા ફળિત રહેતું હોવાથી સર્વ વનમાં નંદનવન શ્રેષ્ઠ ગણાય છે અને મુનિએમાં
વીશ અતિશયવાળા શ્રી જિનેશ્વર શ્રેષ્ઠ ગણાય છે તેમ સર્વ ધર્મમાં અત્યંત ઉત્તમ જિનેશ્વરને કહેલ ધર્મ છે. કારણ કે તે ઐહિક આયુર્મિક સર્વ પ્રકારના સુખને આપનાર છે અને અહિંસા (દયા) વડે વિભૂષિત છે. અન્ય કઇપણ ધર્મમાં જિનેન્દ્ર દયા તુલ્ય દયા કહેલી નથી. જૈનધર્મમાં જ તેવી અપૂર્વ દયા કહેલી છે અને તે ધર્મમાંજ તે પળાય છે. ર૯૦–૨૯૧. આ પ્રમાણે સર્વોત્તમ જૈનધર્મની પ્રાપ્તિ થયેલી હોવાથી પ્રમાદરૂપ મહાશત્રુને જીવન વાલ્લાસરૂપ તીક્ષણ અગવડે વિદારીને અપ્રમત્તપણે તમારે ધર્મને વિષે ઉદ્યમ #વો એગ્ય છે. કહ્યું છે કે–મધ, વિષય, કષાય, નિદ્રા ને વિકથારૂપ પાંચ પ્રકારને અથવા અજ્ઞાન, સંશયાદિ ભેદથી આઠ પ્રકારનું પ્રમાદ અનાદિ કાળથી આત્માને સહચારી છે, વળી તેની અકુંતિ એવી શકતા પ્રખ્યાત છે. તે પ્રમાદ વિકથા કરાવે છે, ખળ સંગાતે જેલ દે છે, વિષમાં તૃમિ માને છે, પ્રમત્તની જેવી ચેષ્ટા કરાવે છે અને ગુણદેષના ભેદને જાણવા દેતે નથી. હિતોપદેશ દેનાર ઉપર કોધ કરાવે છે, જેના પ્રતાપે હિતને જાણતે સતે પણ આ પ્રાણી ધર્મકાર્યમાં સદાય છે, ધર્મ કરી શકતો નથી. ગતમાં જેટલા દુરાત્મા ગણાય છે તે બધા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org