________________
(૧૫) કરે. કહ્યું છે કે- જે જે રાત્રિએ જાય છે તે પાછી આવતી નથી, તેમાં જે અધર્મ કરે છે તેની રાત્રિ તે નિષ્ફળ જાય છે.” ૨૯૩.
હવે ઉપસંહાર કરતા સતા કહે છે – - આ ભવભ્રમણ તરફ દૃષ્ટિ કરતાં અલબ્ધપૂર્વ એવી અને અતિ દુર્લભ એવી સર્વ સામગ્રીને પામીને આ સંસારના અસાર, અનિત્ય અને દુરંત એવા નેહ-વિષયાનુરાગને તજીને હે ભવ્ય પ્રાણી! તમે ધર્મને વિષે-તેને ક્રિયાનુષ્ઠાનને વિશે ઉદ્યમ કરે. ૨૯૪.
હવે ધર્મદેશના દ્વારને પૂર્ણ કરીને અન્ય દ્વાર કહે છે –
આ પ્રમાણે સ્વજનવગને ઉત્તમ ધર્મદેશના આપીને શય્યાસ્થાને જાય. હવે ત્યાં જે વિધિ કરે તે કહે છે. રેલ્પ.
ઇતિ ધર્મદેશના દ્વાર-રર. હવે ત્રેવીસમું વિધિશયન દ્વાર કહે છે – - ભુવનનાથ જે પરમાત્મા તેમને સંભારીને, ચાર શરણ અંગીકાર કરીને, જે જે જીવને દુઃખ આપ્યું હોય તેને સંભારીને સર્વ ને ખમાવે. ૨૯. પરમાત્માને સંભારીને એટલે નમસ્કાર કરીને અર્થાત્ ચૈત્યવંદન કરીને. અહીં સાત વાર ચૈત્યવંદન કરવાનું જે શાસ્ત્રમાં કહેલું છે તે બતાવે છે – - ૧. સવારના પ્રતિકમણમાં. ૨. ચૈત્યગૃહમાં. ૩. ભેજનના પ્રારંભમાં (પચ્ચખાણ પારતાં). ૪. સંવર (પચ્ચખાણ) કરતાં. ૫. સાંજના પડિક્કમણમાં. ૬. સુતી વખતે અને ૭. ઉઠતી વખતે. આ પ્રમાણે સાત વખત ચૈત્યવંદન કરવા. મુનિરાજ તે એ પ્રમાણે એક અહોરાત્રમાં સાત કરે. શ્રાવક ત્રણ, પાંચ અથવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org