________________
(૧૭૧) હમણાં તે તે સર્વ ગુણમાં આદ્યગુણ “ધર્માધના જાણનાર’ રૂપ હોય. સપરિજ્ઞાથી અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેના જાણનાર હોવાને લીધે અધર્મથી નિવર્તનારા હોય અને ધર્મમાર્ગમાં પ્રવનારા હોય. ૩૩ર.
આવા આચાર્યની દુર્લભતા પ્રતિપાદન કરવાપૂર્વક સ્વપર ઉપકારકપણું તેમનું બતાવે છે-એવા મહાભાગસૂરિ આ ભવાર્ણવમાં પ્રાપ્ત થવા દુર્લભ છે કે જે પિતે તરે છે અને બીજા સંસારમાં બૂડતા પ્રાણીઓને તારે છે. ઉપર પ્રમાણે વર્ણન કરેલા સ્વરૂપવાળા મહાભાગ ને મહાપ્રભાવવાળા ગુરૂની પ્રાપ્તિ થવી દુર્લભ છે. આ સંબંધમાં કેશીગણધર ને પ્રદેશ રાજાને સંબંધ કહે છે –
આમલકલ્પા નગરીમાં શ્રી વિરપરમાત્મા સમવસર્યો સતે દેશના દઈ રહ્યા ત્યારે વિમાનવડે દિશાઓને પ્રકાશિત કરતે કે ઈ દેવ સમવસરણમાં આવ્યું અને તેણે નાટક કર્યું. તે વખતે ગૌતમસ્વામીએ “આ દેવ કેણ છે? અને પૂર્વે એણે શું સુકૃત કયું છે?” એમ પ્રભુને પૂછયું. પ્રભુએ કહ્યું કે-“આ સૌધર્મ દેવકના સૂર્યાભ નામના વિમાનને સ્વામી સૂર્યાભ નામને દેવ છે. એણે પૂર્વે શું સુકૃત કર્યું હતું તે સાંભળ-આ દેવ પૂર્વભવે શ્વેતાંબિકા નગરીમાં નાસ્તિકમતી પ્રદેશી નામને રાજા હતે. તેને સૂર્યકાંતા નામની સ્ત્રી હતી અને સૂર્યકાંત નામને પુત્ર હતું. તે રાજાને ચિત્ર નામને મંત્રી હતા. તે રાજકાર્ય માટે શ્રાવસ્તિપુરીએ ગયે હતું. ત્યાં પાર્શ્વનાથના સંતાનીઆ કેશીસરિની પાસે તેણે ધર્મ સાંભળીને અંગીકાર કર્યો અને શ્વેતાંબિકા નગરીએ આવવાનું આમંત્રણ કર્યું. તેઓ આવ્યા એટલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org