________________
(૧૬૦) કરે છે. પણ આમને વૃદ્ધાવસ્થાને લઈને ટકટક કરવાની ટેવ પડી છે. એમ ધારી તેમણે પણ પિતાના પિતાની ઉપેક્ષા કરી. વૃદ્ધ શેઠ બીજાઓ પાસે પણ કઈ કઈ વખત રૂદન કરીને પિતાના દુઃખની વાત કહેવા લાગ્યા, પણ પુત્રોના પરિઉત્તરથી તેઓએ કોઈ ધ્યાન આપ્યું નહીં. પરિણામે પુત્રોથી ઉપેક્ષા કરાયેલા, વહુઓથી પરાભવ પામેલા અને સ્વજનેએ પણ અપમાનિત કરેલા શેઠ સાથે કોઈ વાત પણ કરવા ન લાગ્યું. કેઈ તેને બેલાવે પણ નહીં એવી સ્થિતિ થઈ પડી, સ્વજનવર્ગ સર્વ સુખી છતાં એ શેઠે બાકીનું આયુષ્ય દુઃખમાં નિર્ગમન કર્યું.
આ પ્રમાણે અન્ય મનુષ્યએ પણ પિતાની વૃદ્ધાવસ્થાને અંગે સમજી લેવું. વળી વૃદ્ધાવસ્થામાં શરીર તે એક સળીના બે કકડા પણ ન કરી શકે એવું અશક્ત બને છે ત્યારે ધર્મકાર્ય તે શેનું જ બને ? લેકેથી પણ તે પરાભવ પામે છે અને એવી રીતે જીંદગી પૂરી કરે છે.
હવે આ સંસારમાં રોગ સંબંધી પણ દુઃખ ભરેલું છે તે કહે છે –
શરીરના સર્વ બંધને શિથિલ કરનાર વ્યાધિ પ્રસંગે આયુષ્યને દુઃખમાં વ્યતીત કરતો અને દેહમાં રહ્યો તે પણ અનેક પ્રકારને શેચ કરેતે પ્રાણ મહાદુર્ધાન થાય છે. વળી તે વખતે તે વિચારે છે કે મારું એક પણ એવું સુકૃત્ય નથી કે જે મને પરભવમાં જતાં મરણાંતે સહાયક થાય, બળ આપે, જેણે આખા ભવમાં દુષ્ક કર્યા છે એ જીવ રાત્રે સુખે સૂઈ પણ શકતું નથી અને મરણ પામીને નરકે જાય છે. ત્યાં તીવ્ર વેદના અનુભવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org