Book Title: Sharddhdin Krutya Sutra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 178
________________ (૧૬) ગાથામાં “ર” શબ્દ છે તેથી દેવપણમાં પણ દુઃખ છે. એમ સમજવું. તેને માટે કહ્યું છે કે-“તેને સુખ કેણ કહે કે જેમાં પરાધીનપાવ્યું છે, માથે સ્વામી છે વળી જે સુખ અમુક કાળે તજી દેવાનું છે. ” અહે! આ સંસાર ચતુર્ગતિ ભ્રમણરૂપ દુઃખમય જ છે કે જેને વિષે છ દુઓને અનુભવી રહ્યા છે. ૩૨૨. આ પ્રમાણે સંસારનું સ્વરૂપ કહીને હવે તેના હેતુરૂપ કર્મના પરિવાર માટે કહે છે – યંત્રપલણાદિ કર્મ અને વિષશસ્ત્રાદિ વાણિજ્ય તેમજ ઉપલક્ષણથી ઈંગાલકર્માદિ કર્મ અને સુપ્રિપાળાદિ નેકરી આ સર્વ મહાપાપના બંધન કરાવનારા છે. આ સર્વને પ્રથમ નિષેધ કરેલ છે, છતાં ફરીને કહેવાનું કારણ તે અત્યંત પરિહાર્ય છે. એમ સૂચવવા માટે છે. કલહ તે કેઈની સંગાતે કલેશ કરે તે, ઝંઝ એટલે જેણે અપરાધ કર્યો હોય તેના પર આ દિવસ કોધથી જેમ તેમ બેલ્યા કરવું તે. તેમજ આ દિવસ કષાયકલુષિતપણે રહેવું અને તેવા કષાયવાળા વચનોથી જેની તેની સાથે બેલિવું–આ સર્વ મહાપાપના મૂળ હોવાથી તજવા એગ્ય છે. આ ભવ સંબંધી ને પરભવ સંબંધી દુઃખપ્રાપ્તિના તે જ મુખ્ય કારણે છે. . અહીં નિશીથ સૂત્રમાં કહેલા દષ્ટાંત ટુંકામાં કહે છે શાસકાર કહે છે કે-કષાયના કારણ ને કષાય ઉત્પન્ન થયે સતે સામર્થ્ય હોય ત્યાંસુધી તત્કાળ તેને ઉપશમાવી દેવા, નહીં તે તેને પરિણામે મહા અનર્થ થાય છે. તે ઉપર દષ્ટાંત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196