Book Title: Sharddhdin Krutya Sutra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 184
________________ (૧૬e હવે પાંચમા મહાવ્રતમાં પરિગ્રહને તજનાર. ધર્મોપકરણ શિવાય સચિત્ત અચિત્ત ભેદવાળી અનેક પ્રકારની વસ્તુઓને પરિગ્રહ કહીએ. તેને નિર્વિવેકીઓજ ગ્રહણ કરે છે. મુનિ સર્વ પ્રકારની ઉપાધિને કારણભૂત હોવાથી તેને તજી દેય. માત્ર ધર્મોપકરણનેજ ચારિત્રની રક્ષા માટે ગ્રહણ કરે. તે પરિગ્રહ ચાર પ્રકારે તજવે. દ્રવ્યથી સર્વ દ્રવ્ય, ક્ષેત્રથી સર્વ લેકમાં, કાળથી ને ભાવથી પૂર્વ પ્રમાણે. પરિગ્રહનું સ્વરૂપ, વિશેષણદ્વારે કરીને સૂત્રકારજ કહે છે-તે હિરણ્યસુવર્ણાદિક પરિગ્રહ છેદભેદાદિ અસમંજસપણાનું કારણ છે તેથી તેને વર્જ. હવે ગ્રંથકાર હિરણ્યાદિક કેટલાક પ્રકાર કહે છે – હિરણ્ય તે રજત, સુવર્ણ તે સેનું, કાંસું વિગેરે અન્ય ધાતુઓ, શંખ, પ્રવાળા, ચારે પ્રકારનું ધન, ૨૪ પ્રકારનું ધાન્ય, સ્ત્રી વિગેરે-સર્વથા ગરિક, કરણત્રિક ને કાળત્રિકવડે વજે. ૩૨૭. આ પ્રમાણે પાંચમા મહાવ્રતના ધારક. હવે છઠ્ઠી મૂળગુણને કહે છે–રાત્રિભેજનથી વિરક્ત-નિવૃત્ત એવા, મહાયશવાળા-સર્વત્ર ફેલાયેલ કીર્તિવાળા મુનિ હોય. તે રાત્રિભેજન ચાર પ્રકારે-દ્રવ્યથી અશનપાનખાદિમસ્વાદિમરૂપ ચાર પ્રકારના આહારના તેમજ નિબત્રાદિ અનાહારના પણ, ક્ષેત્રથી અઢી દ્વીપ ને બે સમુદ્રને વિષે, કાળથી ચાર પ્રકારે-૧ દિવસે ગ્રહણ કરેલું દિવસે ખાવું, ૨ દિવસે ગ્રહણ કરેલું રાત્રે ખાવું, ૩ રાત્રે ગ્રહણ કરેલું દિવસે ખાવું અને ૪ રાત્રે ગ્રહણ કરેલું રાત્રે ખાવું. ભાવથી તીખું, કડવું, કષાયલું, ખાટુંને મધુર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196