________________
( ૧૧ )
સાત કરે. તે આ પ્રમાણે-બેટક પ્રતિક્રમણ કરનાર અને ત્રિકાળપૂજા કરનાર સાત વાર કરે, એક ટાંક પ્રતિક્રમણ કરનાર પાંચ વાર કરે, શેષ શ્રાવકા પણ ત્રણ વાર તે જરૂર કરે.
હવે ચૈત્યવંદન કરીને ચાર શરણ કરે તે કહે છે:-~~-~ ૧ રાગાદિ દોષોને સમૂહ જેમને ક્ષય પામ્યા છે એવા, સર્વજ્ઞ, નિત્ય પૂજિત, યથાર્થવાદી અને શરણુ કરવા ગ્ય અરિહંતનુ મને શરણ થાઓ.
૨ જ્ઞાનાગ્નિવર્ડ જેમણે સર્વ કર્મને બાળી દીધા છે એવા, સર્વજ્ઞ, સર્વદર્શી અને અનંત સુખવીય વાળા સિદ્ધોનું મને શરણુ હા. ૩ જ્ઞાન દન ચારિત્ર સયુક્ત, સ્વપર તારક અને જગત્ પૂજ્ય એવા સર્વ સાધુ મુનિરાજનુ મને શરણ હેા.
૪ સંસારના દુઃખને હરનાર અને મોક્ષસુખને આપનાર એવા જિનેાક્ત ધનુ મને શરણ હા.
આ પ્રમાણે ચાર શરણુ કરીને એકેદ્રિયથી માંડીને ૫ચેદ્રિય સુધીના જે જીવાને શરીર સબંધી કે મન સંબધી દુઃખ આપ્યું હોય તેને સંભારીને તે સર્વ જીવને ખમાવે. શ્રાદ્ધન પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યુ છે કે
खामेमि सव्वजीते, सव्वे जीवा खमंतु मे ।
मित्त मे सव्वभूएस, वेरं मज्झ न केणइ ॥ २९७ ॥
'
‘હું સ* જીવને ખમાવુ છું, સર્વે જીવો મને ખમજો, મારે સર્વ જીવાની સાથે મિત્રાઈ છે; કોઇની સાથે વેર નથી.’ આ પ્રમાણે ખમાવ્યા પછી રાત્રે કદાપિ શૂળ વિશુચિકા વિગેરે વ્યાધિથી મરણ થઇ જાય તે તે વખતે આહારાદિ તજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org