Book Title: Sharddhdin Krutya Sutra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 166
________________ (૧૪૯) વડે શુભિત કરીને, અનેક પ્રકારના વાછત્ર વડે આકાશને પૂરી દેતાં, ધવળ મંગળના શબ્દવડે દિશાઓને બધિર કરી દેતાં, વિવિધ પ્રકારના નરનારીના લલિત એવા હાસ્ય અને સેંકડે માગધજનોના મંગળ શબ્દથી આકાશને વ્યાસ કરતાં, સર્વત્ર અખલિતપણે શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચામુખ અને મહામાર્ગોમાં જૈનશાસનની મહાપ્રભાવનાને માટે ફેરવ તે રથયાત્રા સમજવી. આ રથયાત્રા જેમ સંપ્રતિ રાજાએ કરી હતી તેમ તેના ચરિત્રથી જાણને કરવી. ત્રીજી તીર્થયાત્રા–તેમાં જે કે નિશ્ચય નવડે તે જ્ઞાનાદિ ગુણયુક્ત આત્માને જ તીર્થ કહીએ, તે પણ વ્યવહારથી તીર્થકરના જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણકલ્યાણકની ભૂમિ તેમજ વિહારની ભૂમિઓ પણ બહુ ભવ્યને શુભ ભાવની ઉત્પન્ન કરનારી હોવાથી તેમજ સંસાર સમુદ્રમાંથી તારનાર હોવાથી તીર્થ કહીએ. તેવા તીર્થની યાત્રા તે તીર્થયાત્રા, અર્થાત્ તે યાત્રા કરવા સારૂ સર્વ સ્વજન તથા સર્વ સાધમિકને સાથે લઈ પ્રતિગ્રામ ને પ્રતિનગર વિશિષ્ટ ચૈત્યપરિપાટી કરતાં દર્શનશુદ્ધિને માટે શત્રુંજયાદિ તીર્થે જવું તે તીર્થયાત્રા કહીએ. આ રીતે ત્રણે પ્રકારની યાત્રા સમજીને તે કરવા ઉદ્યમ કર. તથા સાધુ કે જે જ્ઞાનદર્શનાદિવડે મુક્તિમાર્ગના સાધક હેય તેમની પયું પાસના કરવી, સેવા કરવી, અદ્ભુત્થાનાદિ આઠ પ્રકારને વિનય કરે. વળી આવશ્યક સામાયિકાદિ ષડધ્યયનરૂપ તે બંને સંધ્યાએ કરવું અને સ્વાધ્યાય વાચનાદિ પાંચ પ્રકારને દરરોજ કરે. આ ઉપર બતાવેલાં ધર્મકૃત્ય કરવામાં પ્રતિદિન ઉદ્યમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196