________________
(૨૯) સુતરૂ વન બનાવે અને તેમાં સુવર્ણરોપ્ય, પ્રવાળ અને મુક્તાફળ મોટા પ્રમાણવાળા, મોટી કિંમતવાળા ગોઠવે–તેનાવડે ખચિત-ખંડિત કરે. ૭૨.
પછી સારા વર્ણવાળા, સુગંધી, નાના પ્રકારના અને જળસ્થળમાં નીપજેલી સુંદર પુષ્પવડે સમવસરણાદિ આકારવાળું, ઘણી જુદી જુદી રચનાવાળું, રમણિક એવું પુષ્પગ્રહ–પુલનું ઘર બનાવે. આ વાત કરીને કહેવાની મતલબ એ છે કે-“ભાવયુક્ત મનુષ્યને જ સર્વ કિયાકલાપ મહાનિર્જરારૂપ ફળ આપનાર થાય છે. ભાવશૂન્ય મનુષ્ય કીર્તિ વિગેરેની પ્રાપ્તિ માટે મોટું પણ અનુષ્ઠાન કરે છતાં તેનું બહુ અલ્પ ફળ તેને પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે-“ક્રિયાશૂન્યને ભાવ અને ભાવશૂન્યની કિયા–એ બંનેમાં સૂર્ય ને ખદ્યોતના પ્રકાશ જેટલું અંતર છે.” અર્થાત્ ક્રિયાશૂન્યને પણ ભાવ અત્યંત ફળદાયક થાય છે. - પછી ઉત્તમ છે જિતહ એવા પરમાત્માના દુસ્તા તપિલમીવાળા વિગેરે ઉત્કૃષ્ટ ગુણેને સંભારે અને ગાયન કરે. તેમજ વિશિષ્ટ એવા ગવૈયાઓ પાસે ગવરાવે. તે પણ અર્થવાળું, વૈરાગ્યરસયુક્ત, ત્રિસ્થાનકરણદિવડે વિશુદ્ધ ગવરાવે. તે વિશુદ્ધ આ પ્રમાણે-ઉરસ્થાનીય સ્વર સ્વભૂમિકા અનુસાર વિશાળ હોય ત્યારે તે ઉરવિશુદ્ધ કહેવાય, જ્યારે કંઠસ્થાનીય હોય ત્યારે અસ્ફટિત ઉચ્ચાર થાય તે કંઠવિશુદ્ધ, જ્યારે શિરસ્થાનીય હેય ત્યારે સાનુનાસિક ન થાય તે શિરવિશુદ્ધ, અથવા ઉર, કંઠ અને શિરસ્થાનવડે શ્લેષ્મરહિતપણે બેલાય તે ત્રિસ્થાનકરણ વિશુદ્ધ કહેવાય. એવું વિશુદ્ધ અને મધુરમંદ્રાદિ ગુણયુત સાયન કરાવે. ૭૪.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org