________________
(૫૬ ) દારિક, નટવિટ વિગેરેની બત–તેમને સંસર્ગ ધમની નિંદા કરાવવાનું કારણ છે અને આ લેકમાં ને પલકમાં મહાદુઃખને આપનાર છે તેથી તે વજે. કહ્યું છે કે-વ્યાધિ આવે તે સારે, મરણ સારૂં, દરિદ્રપણું પ્રાપ્ત થાય તે સારૂં અથવા અરણ્યમાં જઈને વસવું સારું પણ કુમિત્રને સંગ સારે નહીં.” તે ઉપર દત કહે છે કે-હળાહળ વિષ ખાવાથી જેમ તે પ્રાણને હરે છે, તેમ કુમિત્રને સંગ નિઃશંસયપણે દુઃખને હેત થાય છે. વળી વિષાદિક તે એક ભવમાં મૃત્યુ પમાડે છે, પણ કુમિત્રને સંગ (સંગ) તે જન્મ જન્મમાં અનેક જન્મમાં) દુખને આપનાર થાય છે. ” ૧૬૪-૬૮.
જેમ કુમિત્રના સંગમથી પ્રાણી દુઃખને પામે છે તેમ સુમિત્રના સંગમથી પ્રાણ સુખને પામે છે. અહીં દિવાકરનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે –
આ ભરતક્ષેત્રમાં બંગદેશમાં વિશ્વાપુરીમાં જયરાજાના ચતુર્ભુજ નામના પુરેહિતને દિવાકર નામને પુત્ર થયું હતું, પણ તે અત્યંત વ્યસની હતી. પુત્ર પણ ગુણવાન હોય તે જ સુખ આપનાર થાય છે. કહ્યું છે કે-“ગર્ભમાંથી ગળી જાય તે સારે, એગ્ય સમયે સ્ત્રી સેવન કરવું જ નહીં તે સારું, જન્મીને તરત મરી જાય તે સારે અથવા પુત્રી જ થાય તે સારી સ્ત્રી વંધ્યાજ રહે તે સારૂં, તેમજ ગૃહવાસમાં પ્રવૃત્તિ જ ન કરવી તે સારી, પણ રૂપ, દ્રવ્ય અને બળવા છતાં પણ મૂખ પુત્ર સારે નહીં.”
દિવાકરના પિતાએ મરણ પામતી વખતે પુત્રને કહ્યું કે-“હે પુત્ર! સત્સંગ કરજે, કુસંગ કરીશ નહી.” કહ્યું છે કે “જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org