________________
( ૫ ). ગુરૂમહારાજની પ્રશંસા કરી.
એકદા ત્યાં આવેલા સૂરિના શિષ્યને નમીને જિનપ્રાસાદ તથા જિનબિંબ સ્થાપન કરવા સંબંધી દેશના સાંભળી તેણે તે પાળમાંજ ચર્મણવતી નદીને કિનારે શ્રી વીરપરમાત્માને પ્રાસાદ કરાવ્યું. તે તીર્થરૂપ થયે. કાળાંતરે એક વણિક સ્ત્રીસહિત યાત્રા કરવા નીકળે, માર્ગમાં ચર્મણવતી નદી આવવાથી તે ઉતરવા માટે દંપતી નાવમાં બેઠાં. ત્યાં ચૈત્યનું શિખર જોઈને ચંદનાદિ દ્રવ્યથી ભરેલા સુવર્ણના કળાવડે તે દ્રવ્ય ચેત્યસન્મુખ તે વણિકની સ્ત્રી નાખવા લાગી. એમ કરતાં તેના હાથમાંથી તે કાળું નદીમાં પડી ગયું. ત્યારે વણિકે કહ્યું કે
અરે ! આ રત્નજડિત સુવર્ણનું છું રાજાનું ઘરેણે રાખેલું છે, તેને ઉત્તર શું આપીશ? ” એટલે તેના કહેવાથી કઈ ધીવર કાળું શોધવા પાણીમાં પડ્યો, તેણે શ્રી પાર્શ્વનાથના બિંબની પાસે રહેલું તે કાળું લઈને વણિકને આપ્યું. તે રાત્રીએ નાવિકે વપ્ન દીઠું -“આ નદીમાં પુલની માળા નાખવી તે જ્યાં સ્થિત થાય ત્યાં નીચે જળમાં એક જિનબિંબ છે તે શેધીને તારે વંકચૂળને આપવું.” નાવિકે તે પ્રમાણે કર્યું અને જિનબિંબ વંકચૂળને આપ્યું, વંકચૂળે તેને દ્રવ્ય આપવાવડે સંતુષ્ટ કર્યો અને શ્રી વીરપ્રભુના પ્રાસાદના બહિર્મડપમાં તે પાર્થપ્રભુની સ્થાપના કરી. પછી તેને માટે નવીન ચૈત્ય કરાવીને તેમાં પધરાવવા માટે તે બિંબને ઉત્થાપવા માંડ્યું પણ કઈ રીતે ઉત્થાપન થઈ શકયું નહીં. ત્યાં જ સ્થિત રહ્યું. અદ્યાપિ પણ તે બહિમંડપમાં સ્થિત છે.
પેલા ધીવરે ફરીને વંકચૂળને કહ્યું કે ત્યાં દીજું એક - બિંબ ને સુવર્ણને રથ છે.” તે સાંભળી વંકચૂળ પિતાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org