________________
(૧૧૭) ભદન્ત શબ્દ કહે છે કે નહીં? જે કહે છે તે સાધુની જેમ તે પણ સ્થાપનાચાર્યની સ્થાપના કરે. ન્યાય બંને જગ્યાએ સરખો જ હેય. સ્થાપના વિના તે માત્ર અરિહંતજ સામાયિક ઉચ્ચરે, બીજે ઉચ્ચારી શકે નહીં. આ પ્રમાણે આ ગ્રંથની વૃત્તિથી વિશેષ હકીકત સમજવી.” - હવે સાધુ છતાં શ્રાવકે સામાયિક ઘરે કર્યું હોય તે પછી સાધુસમીપે જઈને શું વિધિ કરે? તે કહે છે –
- સાધુની સાક્ષીએ ફરીને સામાયિક કરે. તેમાં ઈવહી પડિકમે. ગમણાગમણે આળો અને આચાર્યાદિકને વંદન કરે પછી સ્વાધ્યાય ધ્યાન કરે અને આવશ્યકને અવસરે આવશ્યક પણ કરે. ૨૩૨. શ્રાવક કોઈ કાર્ય હેય તે સામાયિક પૂર્ણ થયે પારીને જાય. વળી કાર્ય કરી આવીને પાછા સામાયિક કરે. એ પ્રમાણે વારંવાર સામાયિક કરીને તેમાં વધારે કાળ વ્યતીત કરે. શાસ્ત્રકાર તેનું ફળ કહે છે –
જેટલા કાળ સુધી શ્રાવક સામાયિક કરે-સામાયિકમાં એટલે કાળ વ્યતીત કરે તેટલા કાળ સુધી તેને સાધુસમાન જાણ. ૨૩૩.
આવશ્યક નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે “જે કારણ માટે સામાયિક કરત સત શ્રાવક સાધુસમાન થાય છે તેથી તે કારણ માટે બહુ વાર સામાયિક કરવું. જીવ બહુ વખત અનેક પ્રકારના અર્થમાં પ્રમાદની બહુલતાવાળે હોય છે, તેથી જેમ બને તેમ પ્રમાદને નિવારીને જેટલી વખત બની શકે તેટલી વખત સામાયિક કરવું.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org