________________
(૧૩ર). કંટ્રાકટ આપે, એટલે એકેક જણ દીઠ પાંચ રૂપીએને ખર્ચ થયે.) આવી વાત કરીને અન્યને ઉદીરણ કરવી તે ભક્તકથા. - હવે દેશ તે રાષ્ટ્ર તેની કથા તે દેશકથા તે પણ છંદ, વિધિ, વિકલ્પ ને નેપથ્યને ભેદથી ચાર પ્રકારની છે. તેમાં અમુક દેશમાં મામાની પુત્રી તે સ્ત્રીપણે થાય છે અને બીજા દેશમાં બહેન ગણાય છે. ઈત્યાદિ કથા કરવી તે છંદકથા. ભેજનવિવરણ, ભૂમિગમન સંબંધી વાત કરવી કે અમુક દેશમાં પ્રથમ ભજન કરાવે છે પછી વિવાહની વિધિ ચારી વિગેરે થાય છે તે વિધિકથા, અમુક દેશમાં અમુક ધાન્ય થાય છે, અમુકમાં અમુક થાય છે. વાવ, કુવા, નદીઓ આવા આવા પ્રકારનાં છે અને તેના પાણીની સરણીઓથી આમ ધાન્ય નિપજાવવામાં આવે છે. ઘરને દેવાલય વિગેરે આવાં આવાં હોય છે ને આમ બંધાય છે. ગામ, નગરાદિને નિવેશ આ પ્રમાણે કરાય છે ઈત્યાદિ વિકલ્પકથા અને દરેક દેશની રસીઓના અને પુરૂષના સ્વાભાવિક અને પર્વદિવસના પહેરવેશ આવા આવા હેાય છે ઈત્યાદિ વાત કરવી તે નેપચ્યકથા. આ પ્રમાણે ચાર પ્રકારની દેશકથા જાણવી.
હવે રાજાની કથા તે રાજકથા. તે પણ નરેંદ્ર નિર્ગમાદિ ભેદવડે ચાર પ્રકારની છે. નિર્ગમ, અતિગમન, બળ અને કેષકેકાગાર-તેમાં આજે રાજા આવી ઋદ્ધિ અને વિભૂતિ સાથે નીકળવાના છે એવી વાત કરવી તે નિગમકથા, અમુક રાજા હસ્તીના સ્કંધ ઉપર બેઠે સતે ઉદયાચળમાં સૂર્ય શોભે તે શેભે છે અથવા અમરાવતીમાં ઇંદ્ર શેભે તે શેભે છે વિગેરે વાત કરવી તે અતિગમનકથા. આ રાજાને આટલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org