________________
(૧૧) पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे (य) पडिकमणं । असद्दहणे य तहा, विवरीयवरूपणाए य ॥२३७ ।।
પ્રતિષિદ્ધ એટલે જાણે છે યથાવસ્થિત ભવસ્વભાવ જેણે એવા શ્રાવકે પરતીર્થમાં ગમન ન કરવું, દુરંત એવા કષાયને રેકવા, રથવ પ્રાણાતિપાતાદિ આશ્ર વર્જવા, મધુર મદ્યાદિને પરિભેગ તજ ઈત્યાદિ જે જે બાબતને નિષેધ કરે છે તે કરી હોય તેનું, તથા શાસ્ત્રોક્ત શ્રાવકાચાર–નવકારના સ્મરણવડે જાગવું વિગેરે ન કર્યું હોય તેનું, જિનક્તિભાવોની અશ્રદ્ધા કરી હોય તેનું તથા વિપરીત પ્રરૂપણ કરી હોય કેઈપણ વસ્તુ એકાંતે નિત્ય અથવા અનિત્ય કહી હેય-દ્રવ્ય છે અથવા પર્યાયજ છે એમ કહ્યું હોય ઈત્યાદિકનું—એમ ચાર બાબતનું પ્રતિક્રમણ સમજવું. ૨૩૭.
પૂર્વોક્ત અર્થને સૂત્રકાર સવિશેષપણે કહે છે –
જે કાંઈ અનવદ્ય આચારણા હેય, ગીતાર્થોને સુસંમત હોય અને આચાર્યોની ઉપદેશેલી હોય અને અનુગમાં દેખાતી હોય તે તે કરવા યોગ્ય છે. ૨૩૮.
શ્રી અનુગદ્વારમાં કહેલ વચને કહે છે –
સાધુઓએ અને શ્રાવકેએ-ઉપલક્ષણથી સાધ્વીઓએ અને શ્રાવિકાઓએ અવશ્ય કરવા ગ્ય હેવાથી જ આવશ્યક કહેલ છે. તેથી તે આવશ્યક તેમણે (ચતુર્વિધ સંઘે) અહોનિશ બે વખત-બે સંધ્યાએ અવશ્ય કરવાં.” ૨૩૯
, અનુગદ્વારમાં કહેલા આવશ્યકનાજ પર્યાયનામ કહે છે.
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org