________________
(૧૭) તે તેને પણ ચોરી જાય છે-લુંટી જાય છે. તે કાઠીયાના નામ
૧ આળસ-ધર્મશ્રવણ કરવા જતાં આળસ આવે, તેથી ન જાય.
૨ માહ--ધર્મ સાંભળવા જતાં સાંસારિક મેહમાં પડી જાય તેથી ન જાય.
૩ અવજ્ઞા–ધર્મ સંભળાવનાર મુનિની અવજ્ઞાથી ન જાય.
૪ સ્તંભ-માન-અભિમાનને લઈને “ત્યાં કાંઈ આપણું માન જળવાતું નથી” એમ ધારીને ન જાય.
૫ ક્રોધ– ત્યાં આવનાર આપણા વિરોધીઓ છે, તેથી ત્યાં શું જોઈએ ?” એવી ક્રોધ પ્રવૃત્તિથી ન જાય.
૬ પ્રમાદ–વિષયાદિ અન્ય પ્રમાદમાં પડી જવાથી ન જાય.
૭ કૃપણુતા–ત્યાં જઈશું તે કાંઈપણ ધર્મકાર્યમાં ટીપટપરામાં આપવું પડશે” એમ ધારીને ન જાય
૮ ભય-કેઈ પણ જાતના ભયથી–એટલે “રખે ત્યાં કઈ ઉપદ્રવ કરનાર આવી ચડશે-રાજવિરૂદ્ધ વિચાર કરવા ભેળા થયા ઠરાવશે એવા ભયથી ન જાય.
૯ શોક–શેકના કારણે પ્રાપ્ત થવાથી અથવા શેકીઓ સ્વભાવ હોવાથી ઘેર બેસી રહે-ધર્મ સાંભળવા ન જાય.
૧૦ અજ્ઞાન-જ્ઞાનાવરણીયના ઉદયથી–જ્ઞાન મેળવવાની ઈચ્છા જ ન થવાથી ધર્મ સાંભળવા ન જાય.
૧૧ વ્યાક્ષિતપણાથી–અન્ય સામાન્ય કાર્યમાં શેકાઈ જવાથી ન જાય. ધર્મશ્રવણની ક્રિયાનું મનમાં બહુમાન ન હેવાથી એમ બને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org