________________
( ૭૨ )
વૈશ્યા ચિંતવવા લાગી કે આ શું કાઈ વિદ્યાધર છે કે કિન્નર જાતિના દેવસભાના ગાયક છે ?” પછી હાથ જોડીને દેવદત્તાએ કહ્યું કે‘ હું સ્વામી ! તમારૂ ખરૂ રૂપ પ્રદર્શિત કરવા કૃપા કરો.’ એટલે મૂળદેવે સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું. દેવદત્તાએ કહ્યું કે- હું સમગ્ર ગુણનિધાન ! તમારે અહીં આવવાવડે કરીને દરરાજ મારી ઉપર અનુગ્રહ કરવા. ’ મૂળદેવે કબુલ કર્યું". પછી ત્યાં પણ વ્રત રમવામાં મૂળદેવ બધુ હારી ગયું. વેશ્યાએ દ્યૂત ડી દેવા કહ્યું પણ તે છેડી શક્યા નહીં. એકદા અક્કાએ દેવદત્તાને કહ્યું કે- તું આ જુગટી ને નિન મૂળદેવને તજી ૐ અને નિશ્ચળ અંતઃકરણવાળા તેમજ ધનવડે ધનદસમાન અચળને ભજ. ’દેવદત્તાએ કહ્યું કે-‘ હું કાંઈ દ્રવ્યમાં રક્ત નથી, હું તે ગુણાનુરાગી છું, તેથી એ વાત મૂકી દે. ’ પછી અચળની ને મૂળદેવની પરીક્ષા કરવા માટે પ્રથમ અચળ પાસે ઇક્ષુ લેવા દાર્સીને મોકલી. દાસીએ જઇને કહ્યું કે–‘ મારી સ્વામિનીને ઇક્ષુ ખાવાની ઈચ્છા થઈ છે. ’ એટલે તેણે એક ગાડું ભરીને શેરડી મેાકલી. દેવદત્તાએ અક્કાને કહ્યું કે-‘ આટલી બધી શેરડી માકલી તે હું કાંઇ હાથણી હતી ? ' પછી મૂળદેવ પાસે દાસીને એકલી, એટલે તેણે એક સારા શેરડીના સાંઠા લાવી, આગળ પાછળના ભાગ તજી દઈ, વચલા ભાગને ાલી, ગાંડા કાઢી નાખી એક એક આંગળના કકડા કરી, તેને એલચી વિગેરેના ગધવડે સુગંધિત કરી એક સારા પાત્રમાં મૂકી, ઢાંકીને દાસી સાથે મેકલ્યા. તે જોઇને દેવદત્તાએ અક્કાને કહ્યું કે-‘આ નિર્ધનનું પણ બુદ્ધિચાતુ જુઓ. હવે પછી તમે અને તજવાનુ કહેશો નહીં. ’ અક્કા એલી કે હે પુત્રી ! તારૂ શ્રેય કરનારા એ તારા પતિજ થશે. ’
"
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org