________________
( 1 ) પહોંચાડે છે અને પ્રાંતે કર્મરાજાના ભયથી મુક્ત કરે છે. ”
આ પ્રમાણે કથા સાંભળીને દિવાકરે દીક્ષા લીધી. અનુક્રમે નર ને સુરપણાની ઋદ્ધિ પામીને પ્રાંતે મોક્ષે જશે. આ પ્રમાણે ઉત્તમની સેવા કરવા ઉપર દિવાકરની કથા કહી.
ઉપર પ્રમાણે સુમિત્ર કુમિત્રના સંસર્ગનું ફળ દષ્ટાંતદ્વારા બતાવીને હવે સત્સંગ કરવાને ઉપદેશ આપે છે –
આત્માનું હિત ઈચ્છનારા મનુષ્યએ જે શીળસંયુક્ત, ગીતાર્થ અને પાપભીરુ હોય તેવા ગુરૂને સર્વથા મિત્ર કરવા. અથવા સદાચારી અને શીળસંયુક્ત એવા ગૃહસ્થની સંગત કરવી. ૧૭૦.
કાપવાદથી ભીરૂપણું, દીનજનેને ઉદ્ધાર કરવામાં આદર, કૃતજ્ઞતા અને સુદાક્ષિણ્ય–તેને સદાચાર કહેલ છે.” વળી કહ્યું છે કે –
વિપત્તિમાં દઢ રહેવું, મોટા માણસેને પગલે ચાલવું, ન્યાયવૃત્તિને પ્રિય કરવી, મલિન વિચારે ન કરવા, અસજજન (દુર્જન)ની કદી પણ પ્રાર્થના ન કરવી અને મિત્ર પણ અલ્પધનવાળે હોય તે તેની પાસે કાંઈ ન માગવું. આવું અસિધારા જેવું વિષમ વ્રત–આચરણ સજજનેને કોણે બતાવ્યું હશે ?”.
સ્વાર્થને જાણનાર એવા મુનિને ગીતાર્થ જાણવા, કહ્યું છે કે-ગીત એટલે સૂત્ર અને અર્થ એટલે તેનું વ્યાખ્યાન-તેવાં ગીતવડે અને અર્થવડે ગીતાર્થ જાણવા. તેની પર્ય પાસના કરવાથી શ્રાવક પણ ગીતાર્થ–પ્રવચનકુશળ કહેવાય છે. વળી તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org