________________
(૪૦ ) પિતાપિતામહાદિ પૂર્વજ કે જેઓ સ્વર્ગાદિ ગતિમાં ગયેલા હોય અને તેઓ પિતાના પુત્રપૌત્રાદિનું આવું સત્કૃત્ય જોઈ અનુમોદના કરે તેમને પણ ઉદ્ધાર કર્યો. તેમજ પિતાના પુત્રપૌત્રાદિ આવું પિતાના વડીલનું સત્કૃત્ય જોઈને તેમાં પ્રવર્તે તેથી તેને પણ ઉદ્ધાર કર્યો. ઉપરાંત અન્ય ભવ્ય છે કે જે તેના વંશથી અલગ હેય પણ આસન્નસિદ્ધિક હોય તેઓ પણ એની અનુમોદના કરે તેથી તેને પણ ઉદ્ધાર કર્યો. ૧૦૧. વળી તેણે આ શુભ કૃત્ય કરવાથી ઉદ્ધલનાદિ કરણવડે કુત્સિત કુળમાં ઉત્પત્તિ થવારૂપ નીચ
ત્રને-પૂર્વે બદ્ધ પૃષ્ટ ને નિધત્તાવસ્થાવડે સત્તામાં નાખેલને ક્ષય કર્યો અને પૂજ્યપણના હેતુરૂપ સુકુળમાં જન્મ થવાના ફળભૂત ઉચ્ચગેત્ર બાંધ્યું. નરકાદિ ગતિમાં જવારૂપ કુગતિના માર્ગને નિષ્ઠાપિત કર્યો–પિતાના ગમનને માટે અવિથી કર્યો. તેમજ સુગતિ-દેવગતિ વિગેરેને માર્ગ ઉપાર્જન કર્યો. ૧૦૨. તેની આ લેકમાં સુકતિ થાય છે. વળી તેણે સગર ચકવર્તીના પુત્ર કે જેણે અષ્ટાપદાદિ મહાતીર્થને ઉદ્ધાર કર્યો તેની જેમ સન્માર્ગ પ્રગટ કર્યો. અન્ય જિનભવનને ઉદ્ધાર કરવાની વૃત્તિવાળા ભવ્યજીને સન્માર્ગ બતાવ્યું. ૧૦૩.
આ પ્રમાણે જીર્ણોદ્વાર તેમજ તીર્થોદ્ધાર કરવાથી કેટલાક જીવે તેજ ભવમાં અશેષ કર્ભાશને ક્ષીણ કરીને મેશે પધાર્યા છે. કેટલાક સાવશેષ કર્મવાળા ઇંદ્રપણું પામ્યા છે, કેટલાક ઇંદ્રના સામાનિક થયા છે, કેટલાક બીજા મહદ્ધિક દેવે થયા છે. તેઓ દેવસંબંધી સુખને અનુભવી ત્યાંથી ચ્યવી મનુષ્યપણું પામશે. ત્યાં ઈશ્વાકુ કુળમાં કે હરિવંશ કુળમાં ઉત્પન્ન થઈ ચતુરંગિણું સેનાના સ્વામી રાજા થશે કે અમાત્ય શેઠ અથવા સેનાપતિ થશે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org