________________
આચાર્યભગવાને કહ્યું કે –“તે સમાહિત ચિત્તવાળો હોવાથી તેનું અંતઃકરણ બહારના પદાર્થોમાં જોઈએ તેવું પ્રવૃત્ત થઈ શકે એમ નથી, તેથી તે વાર્તિક કરવાને યોગ્ય નથી, તેમ આપણે તેમને એવું પ્રવૃત્તિવાળ કામ ઍપવું એ પણ યોગ્ય નથી. ત્યારે કોઈ શિષ્ય આચાર્યભગવાનને પૂછ્યું કે –“હે ગુરો ! શ્રવણદિ સાધને સાધા વિના હસ્તામલકને કેવી રીતે બ્રહ્મજ્ઞાન થયું તે કહેવાની કૃપા કરે.” તેના ઉત્તરમાં કૃપાલુ આચાર્યભગવાને કહ્યું કે:-“સાંભળે. આગળ યમુનાનદીના તીરપર એક ગનિપુણ સિદ્ધ બ્રાહ્મણ રહેતું હતું. એક દિવસ તેના આશ્રમસમીપ કેઈ બ્રાહ્મણની પુત્રી પિતાના આશરે બે વર્ષના પુત્રને બેસાડીને “આ બાલકને થોડી વાર સાચવજો” એમ કહી પિતાની સાહેલીઓ સાથે યમુના નદીમાં સ્નાન કરવા ગઈ. પ્રારબ્ધવશાત એ છોકરે ખસતો ખસતો યમુના નદીના કાંઠા ઉપર ગ, ને ત્યાંથી યમુનાના જલમાં પડી જતાં મરણ પામે. એ છોકરાની મા સ્નાન કરીને તે સિદ્ધના આશ્રમમાં આવી, ને ત્યાં પિતાના છોકરાને નહિ જોઈને તેની શોધ કરવા લાગી, તો તેને યમુનાના જલમાં મરણ પામેલ જોયો. તેના મૃતશરીરને બહાર કાઢી તેનાં સંબંધીઓ તે સિદ્ધને આશ્રમ પાસે આવીને બહુ રુદન કરવા લાગ્યાં. તેમનું બહુ રુદન સાંભળી દયાને વશ થયેલા તે સિદ્ધ કહ્યું કે –“એને તમે ઘેર લઈ જાઓ તે જીવતો થશે.” પછી તેઓ તેને પિતાને ઘેર લઈ ગયાં, ને તે સિદ્ધ વેગના બલથી પિતાના શરીરને ત્યાગ કરી તે મૃત બાળકના શરીરમાં પ્રવેશ કર્યો, તેથી તે બાલક જીવતે થયો. તે આ હસ્તામલક છે. એ પૂર્વના અભ્યાસબલથી વેદાદિ શાસ્ત્ર જાણે છે, એને કાંઈ અજ્ઞાત નથી, છતાં તેનું એકાગ્ર થયેલું ચિત્ત વાર્તિક કરવામાં પ્રવૃત્ત થઈ શકે એવી યોગ્યતાવાળું નથી. મારી દષ્ટિએ તે માત્ર સુરેશ્વરજ વાર્તિક કરવાને ગ્ય જણાય છે. જે