________________
પ્રવેશક
૧૭
૧૬. નિંગ્રહસ્થાન–કોઈ વાક્યસંદર્ભમાં વાદી અને પ્રતિવાદીનું અજ્ઞાન યા વિપરીતજ્ઞાન
પ્રકટ થાય તો તે પરાજિત ગણાય છે, નિગૃહીત ગણાય છે. આવા પરાજયનાં સ્થાનોને નિગ્રહસ્થાનો કહેવામાં આવે છે.”
(૧૩) મીમાંસાદર્શન મીમાંસાદર્શનની મુખ્ય બે શાખા છે–કુમાલિની અને પ્રભાકરની. પ્રભાકર આઠ પદાર્થો માને છે-દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, પરતંત્રતા, શક્તિ, સાદૃશ્ય અને સંખ્યા. દ્રવ્ય, ગુણ અને કર્મનું સ્વરૂપવર્ણન, વૈશેષિકે આપેલા તેમનાં સ્વરૂપવર્ણન જેવું છે. પ્રભાકરે અનુસાર સામાન્યની સત્તા વ્યક્તિઓથી તદ્દન જુદી નથી. પરતંત્રતા વૈશેષિકોના સમવાય જેવો પદાર્થ છે પણ તે નિત્ય નથી. દરેક વસ્તુમાં પોતપોતાની શક્તિ હોય છે, આ શક્તિને લઈ તે પોતાનું કાર્ય કરી શકે છે. અગ્નિમાં દાહકતા શક્તિ છે એટલે તે બાળે છે. કુમારિલ પદાર્થના મુખ્ય બે પ્રકાર માને છે–ભાવ અને અભાવ. ભાવે પદાર્થો દ્રવ્ય, ગુણ, કર્મ અને સામાન્ય છે. કુમારિલ પૃથ્વી વગેરે નવ દ્રવ્યો ઉપરાંત અંધકાર અને શબ્દ એ બે દ્રવ્યો પણ માને છે.
મીમાંસાદર્શન અનુસાર જ્ઞાનના પ્રામાણ્યનું જ્ઞાન સ્વતઃ થાય છે. જ્યારે તેના અપ્રામાણ્યનું જ્ઞાન પરતઃ થાય છે. અર્થાતું, જ્યાં સુધી જ્ઞાન અન્ય પ્રમાણથી બાધિત ન થાય ત્યાં સુધી તેને આપણે સાચું જ માનીએ છીએ પરંતુ જ્યારે તે બાધિત થાય છે ત્યારે જ તેને અયથાર્થ ગણીએ છીએ.
કુમારિક અનુસાર જ્ઞાન સ્વયંપ્રકાશ નથી. એટલું જ નહિ પણ તે પ્રત્યક્ષગ્રાહ્ય પણ નથી. તે કેવળ અનુમેય છે. ઉદાહરણ તરીકે ઘટનું પ્રત્યક્ષજ્ઞાન લઈએ. આપણને કેવળ ઘટનું જ પ્રત્યક્ષ થાય છે, ઘટજ્ઞાનનું નહિ. ઘટજ્ઞાનને તો આપણે અનુમાનથી જ જાણીએ છીએ. એની પ્રક્રિયા નીચે પ્રમાણે છે : જ્યારે આપણને ઘટનું ચાક્ષુષ પ્રત્યક્ષજ્ઞાન થાય છે ત્યારે પ્રત્યક્ષજ્ઞાનને કારણે બાહ્યવસ્તુરૂપ ઘટમાં ‘જ્ઞાતતા” અથવા “પ્રકટતા” (પ્રાકટ્ય) નામનો ધર્મ ‘જણાયેલા હોવું તે, પ્રક્ટ હોવું તે) ઉત્પન્ન થાય છે. પહેલાં જે ઘટ “અજ્ઞાત' હતો તે હવે ‘જ્ઞાત' બની જાય છે. કુમારિલની આ પ્રક્રિયા પ્રમાણે “જ્ઞાન” પણ ઘટનું વિશેષણ બનીને ભાસે છે. ઘટની અંદર ઉત્પન્ન થયેલા આ “જ્ઞાતતા' નામના ધર્મ ઉપરથી
અમને ઘટજ્ઞાન થયું છે એ વાતનું અનુમાન કરવામાં આવે છે. પ્રભાકર કુમારિકનો મત સ્વીકારતા નથી. તે માને છે કે જ્ઞાનમાં ઘટરૂપ વિષય સાક્ષાત્ ભાસે છે અને સાથે જ એ પણ સ્વીકારે છે કે જ્ઞાન સ્વયંપ્રકાશ છે. આમ પ્રભાકરને મતે પ્રત્યક્ષજ્ઞાનમાં ત્રણ વસ્તુઓ ભાસે છે-(૧) જ્ઞાન, (૨) જ્ઞાનનો વિષય અર્થાત્ બાહ્ય વસ્તુ અને (૩) જ્ઞાતા.
એટલે આ સિદ્ધાંતને ‘ત્રિપુટી પ્રત્યક્ષ સિદ્ધાંત' તરીકે ઓળખવામાં આવે છે.* - પ્રભાકર મીમાંસા અનુસાર પાંચ પ્રમાણ છે–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ
અને અર્થપત્તિ. પ્રથમ ચાર પ્રમાણોની વ્યાખ્યા ન્યાય અને મીમાંસામાં લગભગ એકસરખી છે. ઉપમાનની બાબતમાં થોડી ભિન્નતા છે. મીમાંસા અનુસાર ઉપમાનનું