________________ પ્રથમ પરિચછેદ. એ જ હસ્તિનાપુરના મરમ ઉદ્યાનમાં એક દિવસે એક પુરૂષ વાવના કાંઠા ઉપર, જમીન તરફ દષ્ટિ રાખી બેઠે હતો. તેના ગાલ ઉપર અશ્રુના તાજા ડાઘ પડ્યા હતા. બહુ જ રી રીતે થાકી ગયે હોય અને ઉપર આભ ને નીચે ધરતી સિવાય બીજો કોઈ આધાર ન હોય એવી કારમી મુંઝવણ અનુભવતા હતા. એક ઉછરતો યુવાન એ ગમગીન પુરૂષની પાસે ધીમે ધીમે આવ્યું અને જાણે કે કઈ દેવતાએ અણધારી સહાય મેકલી હોય તેમ તેના દુઃખમાં ભાગ લેવા બોલ્યા : “ભાઈ, તમે કેણ છે? આ મને રમ ઉદ્યાન પણ તમારા શકને સંતાપની જ્વાલાથી જાણે દાઝતું હોય એમ કેમ લાગે છે?” શોકમગ્ન પુરૂષે નવા આવનાર યુવક તરફ જોયું. આપોઆપ | સૂકાઈ ગએલા ગાલ ઉપરના આંસુ હાથવતી લુછી નાખવા પ્રયત્ન કર્યો અને કહ્યું: “દુઃખને પ્રતિકાર કરવાનું સાધન જેની પાસે ન હોય તેની પાસે દુઃખ ગાવા બેસવું અને અરણ્યમાં રૂદન કરવું એ બે વચ્ચે કઈ તફાવત નથી. હજી તો તમે જુવાન છે. મારું દુઃખ ધવંતરી જે વૈદ્ય પણ રેગ જાણ્યા કે સમજ્યા વિના ઉપચાર ન કરી શકે એ વાત તે તમે મારા કરતાં મોટા હોવાથી બહુ સારી રીતે સમજતા હશે. એક વાર તમારી કથા સાંભળું. તે કરવામાં કચાશ નહીં રાખું એટલું કહી દઉં.” યુવક માત્ર વિવેક કે કુતૂહળની ખાતર નહોતે બોલતે. ખરેખર તે પોપકારી અને મારૂં નામ દેવશર્મા છે. સિંહગુહા નામની એક પલ્લીને અધિપતિ સુપ્રતિષ્ઠા કરીને છે તેના એકના એક પુત્ર જયસેનને હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust