Book Title: Samvatsari Pratikraman Saral Vidhi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 12
________________ (..( સંવછરી પ્રતિક્રમણ વિધિ ૯ ) ) આ પુસ્તકની જન્મકથા અને કંઈક કથયિતવ્ય (જૂની આવૃત્તિમાંથી ઉદ્ભૂત) છેલ્લાં બાર વર્ષથી દરવર્ષે ચોમાસું બેસે અને સંવત્સરી પ્રતિક્રમણની વિધિની પ્રેસકોપી મુદ્રણયોગ્ય બનાવવાની ઈચ્છા વેગ પકડે પણ વિશેષ પુરુષાર્થ થાય નહીં અને સંવત્સરી વીતી જાય અને હવે આવતા વર્ષે ઝડપથી તૈયાર કરી લેશું એમ મનોમન નક્કી કરું, પણ મારી શિથિલતાના કારણે વર્ષોનાં વર્ષો વીતી ગયાં. કોઈ કોઈ આત્માઓ આ માટે પ્રેરણા પણ કરતા, છતાં કાંઈ ફળ ન આવ્યું. વિ. સં. ૨૦૦૭માં પરમપૂજ્ય પરમોપકારી ગુરુદેવ આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુંબઈ ગોડીજી જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ કરવાનો પ્રસંગ બન્યો ત્યારે (૨૨ વર્ષ ઉપર) ભીંડી બજારના નાકે આવેલા શ્રી નેમિનાથ જૈન ઉપાશ્રયમાં પર્યુષણાપર્વની આરાધના કરાવવા માટે મને આજ્ઞા થઈ. હું મુનિવરશ્રી જયાનંદવિજયજી સાથે આરાધના કરાવવા ગયો. પર્યુષણમાં ચૌદસનું પફખી પ્રતિક્રમણ હતું. ઉપાશ્રય ચિક્કાર હતો, સામાયિક લઈ લીધા બાદ પ્રતિક્રમણ એટલે શું? એ કેવી રીતે કરવું જોઈએ? વિધિ અને ભાવની શુદ્ધિ કેવી જાળવવી જોઈએ? તેમજ શાંતિ અને શિસ્તને કેવું માન આપવું જોઈએ? એ ઉપર બે શબ્દો કહ્યા, મુંબઈવાસીઓને થયું કે પ્રતિક્રમણની બાબતમાં આ રીતે આજ સુધી કોઈએ અમને હિતશિક્ષા આપી નથી. ક્યારેય અમને પોતાના ગણીને અમારા ઉપર ભાવદયા કરી પાંખમાં લીધા નથી. જોયું કે મારી વાત એમને ગમી છે, એટલે મેં કહ્યું કે આજનું પ્રતિક્રમણ બે કલાક ચાલે તેટલું છે, જો તમો અડધો કલાકનો સમય વધુ આપવા તૈયાર હો તો હું તમને પ્રતિક્રમણનાં સૂત્રોનો અતિ ટૂંકો ભાવ, સૂત્રો શરૂ થતાં પહેલાં કહું, જેથી તમને થોડા સંતોષ સાથે આનંદ આવશે, પણ અમુક હા પાડે અને અમુકને ના ગમે તેમ હોય તો તમારો વધુ સમય લેવાની મારી ઇચ્છા નથી. સહુને વિશ્વાસમાં લેવા મેં આમ કહ્યું, એટલે ચારેબાજુએથી “અમારી હા છે, અમારી હા છે' એમ પ્રત્યુત્તર મળ્યો. નાના મોટા સહુએ રાજીખુશીથી કહ્યું

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 244