________________
૮ વિવિધ ચિત્રો સહ સરલ
પરમપૂજ્ય સમર્થવક્તા, પરમતારક દાદાગુરુ સ્વ. આચાર્ય શ્રીમદ્ વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પરમપૂજ્ય જ્ઞાનવૃદ્ધ સ્વ. આચાર્ય શ્રીમદ્ વિજય પ્રતાપસૂરીશ્વરજી મ.સા. તથા પરમ પૂજ્ય યુગદિવાકર સ્વ. આચાર્ય શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા.ના શુભાશીર્વાદો, પૂજ્ય સેવાભાવી પંન્યાસ મુનિશ્રી વાચસ્પતિવિજયજી મ. તથા પૂ. ભક્તિવંત મુનિશ્રી જયભદ્રવિજયજી મહારાજનો સાથ-સહકાર અને અન્ય અનુમોદનકારોની મળેલી શુભેચ્છા બદલ અમો ધન્યતા અનુભવીએ છીએ, પણ સહુથી વધુ ધન્યવાદ તો સમગ્ર પુસ્તકના મેટરનું પુનઃ શુદ્ધિકરણ કરનાર, જરૂરી નવું લખાણ લખી આપનાર તેમજ પ્રૂફરીડીંગ કરનાર વિનયશીલા સાધ્વીજી પુષ્પયશાશ્રીજીના જ્ઞાનપ્રેમી સુજ્ઞ સુશિષ્યા પુનિતયશાશ્રીજીને ઘટે છે.
આ પુસ્તિકાના છાપકામની તમામ જવાબદારી સોનગઢના કહાન મુદ્રણાલયના ધર્માત્મા શ્રી જ્ઞાનચંદજીએ લીધી અને તેમના સુપુત્રો શ્રી નીરજ અને નિલયે ખૂબ જ કાળજીપૂર્વક આ પુસ્તિકા તૈયાર કરી આપી તે માટે તેમને પણ ખૂબ ધન્યવાદ ઘટે છે.
પૂ. સાધ્વીજી શ્રી પુષ્પયશાશ્રીજી મ.ની પ્રેરણાથી આરીસાભુવન જૈન ધર્મશાળામાં ચાતુર્માસ દરમિયાન થયેલી જ્ઞાનખાતાની રકમમાંથી ધર્મશ્રદ્ધાળુ ભાઈશ્રી કીર્તિભાઈ ટ્રસ્ટીએ આ પુસ્તકમાં ઉદારતાથી લાભ લીધો છે તે માટે તેમનો પણ અમો આભાર માનીએ છીએ.
જાણતાં-અજાણતાં કોઈ શાસ્ત્રીય કે બીજી કોઈ ક્ષતિ કે અશુદ્ધિ રહી ગઈ હોય તો તે સુધારીને વાંચવા અને જણાવવા નમ્ર વિનંતી છે.
---પ્રકાશકો
સં. ૨૦૫૭ વડોદરા
*