Book Title: Samvatsari Pratikraman Saral Vidhi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 9
________________ ( ૬ વિવિધ ચિત્રો સહ સરલ આપેલ લખાણ અગાઉથી ખાસ વાંચી લેવું ખૂબ જ જરૂરી છે. તેમજ અતિચારમાં આપેલા અત્યંત કઠિન શબ્દોના જરૂરી અર્થો પણ આપવામાં આવ્યા છે. સાથે સાથે અન્ય લખાણો વાંચી લેવા જોઈએ. કેટલાંક શહેરો, ગામો એવાં છે કે જ્યાં પૂ. સાધુ-સાધ્વીજીઓનો ભાગ્યેજ યોગ બને અને કેટલાંક એવાં સ્થળો છે કે જ્યાં પૂ. ગુરુદેવોનો કદી યોગ થવાનો જ નથી. પરિણામે ત્યાંની પ્રજાને પ્રતિક્રમણ એ કેવી મહાન ક્રિયા છે તેનો વાસ્તવિક ખ્યાલ મળતો નથી. પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં વર્તમાન પરિસ્થિતિ અને દેશકાળની દૃષ્ટિને ખ્યાલમાં રાખીને સંક્ષેપમાં જ સુત્રો તથા ક્રિયા અંગેના રહસ્યોનો એવો સરળ ખ્યાલ આપ્યો છે કે સહુને રસવૃત્તિ જાગી જાય અને ક્રિયા પ્રત્યે રૂચિ આદર જન્મે તેમજ ઉલ્લાસથી સમજપૂર્વક અને ભાવપૂર્વક ક્રિયા કરી શકે. પુસ્તકમાં આપેલાં ચિત્રો એ પુસ્તકનું સૌથી પ્રધાન આકર્ષણ છે. આ જાતનાં ચિત્રો સેકડો વરસના ઈતિહાસમાં થયાં હોય તેવું જાણ્યું જોયું નથી. હજારો શબ્દોથી જે વાત ન સમજાય તે વાત તેનું એક જ ચિત્ર સમજાવી જાય છે, એ સર્વત્ર જાણીતું સત્ય છે. મુહપત્તિનાં ચિત્રો એટલાં બુદ્ધિગમ્ય બન્યાં છે કે મુહપત્તીની પડિલેહણાની શુદ્ધિ-વૃદ્ધિમાં જરૂર સુધારો વધારો થશે અને એ દિશામાં પ્રગતિ સધાશે. ફોટો કમ્પોઝનો ખર્ચ ડબલ આવે છે. કાગળના ભાવો આસમાને વર્તે છે એટલે આ નવમી આવૃત્તિ ઘણી મોંઘી પડી છે. પણ બીજી બધી રીતે જોતાં આ પ્રકાશન સહુને ગમશે. હવેના સમયમાં ધાર્મિક પુસ્તકો પ્રગટ કરવાનું કાર્ય બહુ જ કપરૂં બન્યું છે અને વર્તમાન પરિસ્થિતિ જોતાં શ્રુતજ્ઞાનના મુદ્રિત કલા દ્વારા થનારા પ્રચારમાં ઓટ દેખાઈ રહી છે. પ્રકાશકો સત્ય અને વિવેક દર્શાવે તો સારું! આ ચિત્રો પ્રગટ થયા પછી તેના ઉપરથી નવા બ્લોકો બનાવી અનેક

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 244