Book Title: Samvatsari Pratikraman Saral Vidhi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 7
________________ * જે વિવિધ ચિત્રો સહ સરલ પ્રશ્ન:–પ્રતિક્રમણની ક્રિયા સવાર-સાંજ શા માટે કરવી જોઈએ? ઉત્તર :–ત્યાગી કે સંસારી જીવો જાણે-અજાણે, ઓછા-વત્તા પ્રમાણમાં મન-વચન-કાયાથી થતી સંસારની અનેક નાની-મોટી પ્રવૃત્તિઓ દ્વારા પાપનાં પોટલાંનાં પોટલાં ઉપાર્જન કરતાં હોય છે. એ પાપનો ક્ષય કરવાનો કે પ્રાયશ્ચિત્ત કરવાનો જો કોઈ પણ ઉપાય ન હોય તો જીવની શું દશા થાય? સંસારના ચોરાશી લાખના ફેરાનો અંત જ ન આવે. આ માટે જૈનધર્મે ચોવીસ કલાક દરમિયાન બંધાતાં કર્મોનો ક્ષય કરવા માટે સવાર-સાંજ પાપોથી પાછા હઠવાની પ્રતિક્રમણ નામની સુંદર ક્રિયા કરવાની આજ્ઞા ફરમાવી છે. આ પ્રતિક્રમણમાં જે બધી ક્રિયાઓ થાય છે એનાથી રોજે રોજ બંધાતાં પાપોનો છેદ ઉડી જાય અથવા ઓછાં થાય તો પાપનો ભાર હળવો થતો રહે. આ માટે આ પ્રતિક્રમણ રોજે રોજ કરવાનું કહ્યું છે. એ ન બને તો છેવટે પંદર-પંદર દિવસે પાક્ષિક પ્રતિક્રમણ કરવું જોઈએ. એ ન બને તો ચાર-ચાર મહિને ચૌમાસી પ્રતિક્રમણ વર્ષમાં ત્રણ દિવસ પણ કરવું જોઈએ અને એ પણ ન બને તો છેવટે બાર મહિનામાં એક દિવસની સંવત્સરી પ્રતિક્રમણની મહાન ક્રિયા ખૂબ ઉત્સાહ, આનંદ અને ભાવનાપૂર્વક પ્રમાદ સેવ્યા વિના ઉપયોગ રાખીને બને એટલી અપ્રમત્તભાવે કરવામાં આવે તો એક દિવસના પ્રતિક્રમણથી પણ આત્મા પાપના ભારથી ઘણો હળવો થઈ જાય. જૈન નામ ધરાવનાર વ્યક્તિએ કદી પણ સંવત્સરી પ્રતિક્રમણ ચૂકવું ન જોઈએ. - અહીંયા સંવત્સરી પ્રતિક્રમણની વિધિ સૂત્રો સાથે સરળતાથી આપી છે. સહુ કોઈ પુણ્યવાનો તેનો લાભ ઉઠાવે! - - - - - - -

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 244