________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૭
સાધુ મહારાજોએ તથા અન્ય ગૃહસ્થ પ્રકાશકોએ પોતાનાં પ્રકાશનોમાં ઉપયોગ કર્યો છે. તે જો કે અમારા માટે આનંદનો વિષય છે. અમોને પાંચ-છ પુસ્તકમાં આ ચિત્રો છાપેલાં જોવા મળ્યાં પણ સાધુ મહારાજના કે ગૃહસ્થ દ્વારા પ્રકાશિત પુસ્તકની પ્રસ્તાવનામાં આભાર માનવાનો કે પૂજ્ય મુનિશ્રીનાં ચિત્રો આધારિત આ ચિત્રો છાપ્યાં છે એવું લખવાનો વિવેક કે સદ્ભાવ દાખવ્યો નથી એ ખેદજનક બાબત છે. પૂજ્ય આચાર્યશ્રીજીની સર્વોપયોગી કૃતિઓ બીજાં છાપે તે ઉત્તમ અને આનંદની વાત છે, પણ ભાગ્યેજ કૃતજ્ઞતા દર્શાવાય છે.
અમારી આ સંસ્થાના પ્રકાશન કાર્યમાં સાહિત્યકલારત્ન પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ વરસોથી સહકાર અને સાથ આપતાં રહ્યાં છે. આ સંસ્થા થોડું ઘણું જે કામ કરી રહી છે તે પણ પૂજ્યશ્રીજીના સહકારને આભારી છે.
આજથી છ–સાત વરસ પહેલાં પૂજ્ય ગુરુદેવને ગંભીર માંદગી આવી અને સમસ્ત શ્રી ચતુર્વિધસંઘની શુભકામના તથા સહુની સાધના–આરાધનાના બળે, વાલકેશ્વરના ઉદાર હૃદયી ટ્રસ્ટે તન-મન અને ધનથી બજાવેલી અનુપમ સહાય, અજોડ સેવા તથા પૂજ્યશ્રીના અનેક ભક્તિવંત ભક્તોએ ખડે પગે બજાવેલી સેવા તેમજ દેવ-ગુરુની તથા જાગૃતજ્યોતિ પ્રગટપ્રભાવી ભગવતી શ્રી પદ્માવતીદેવીની અનુગ્રહ કૃપાથી તેમાંથી પસાર થઈ અત્યારે રીતસર સ્વસ્થતા પ્રાપ્ત કરી અને પ્રકાશનનાં કાર્યોમાં તેઓશ્રીનો સહકાર પ્રાપ્ત થયો તેમજ તેઓશ્રીનું સતત માર્ગદર્શન મળતું રહ્યું જેથી આ પ્રકાશન આકર્ષક થવા પામ્યું છે, તે માટે આનંદ અનુભવીએ છીએ પરંતુ મહત્ત્વની વિશેષ ગૌરવ લેવા જેવી અને આનંદની વાત તો એ છે કે પૂજ્યશ્રીની આટલી નાદુરસ્ત તબીયત અને અસ્વસ્થતા છતાં છેલ્લાં પાંચ વર્ષથી પ્રકાશનનાં બીજાં પણ કાર્યો છે તે પણ અવિરત ગતિએ કરી જ રહ્યાં છે. આપણે સહુ શાસનદેવ અને મા ભગવતીજીને પ્રાર્થીએ કે પૂજ્યશ્રીજી નિરામય સ્વાસ્થ્ય ધારણ કરી અધૂરાં રહેલાં કાર્યોને પૂર્ણ કરવા શક્તિમાન બને.