________________
સમયસાર : આત્મખ્યાતિ
ક્ષાયોપથમિક ગુણ સર્વ, થયા તુજ ગુણરસી હો લાલ, સત્તા સાધન શક્તિ વ્યક્તતા ઉલ્લસી હો લાલ...
દીઠો સુવિધિ જિણંદ સમાધિરસે ભર્યો હો લાલ.” - શ્રી દેવચંદ્રજી આમ લબ્ધિ, ખ્યાતિ, માનાદિ કોઈ પણ ફલ પ્રયોજનથી કે દેહાશ્રિત નામની ખ્યાતિ - દેહાશ્રિત'ના કોઈ તુચ્છ હાલાહલ વિષમય પ્રયોજનથી આ વ્યાખ્યા નથી કરવામાં આવતી, પણ કેવળ એક શદ્ધ પરમ અમૃતમય “આત્મખ્યાતિ' અર્થે જ, કેવળ એક શુદ્ધ આત્માર્થે જ, કેવળ એક આત્મશુદ્ધિ અર્થે જ, કેવળ એક શુદ્ધ આત્મસિદ્ધિ રૂપ પરમાર્થ હેતુએ જ આ “આત્મખ્યાતિ વ્યાખ્યા કરવામાં આવે છે, અહંત્વ-મમત્વની ભસ્મભૂમિકા પર જ આ સુવર્ણ કળશ સંપન્ન “આત્મખ્યાતિ પ્રાસાદનું સર્જન કરવામાં આવે છે - એવી પરમ શુદ્ધ આત્મભાવના અત્રે-આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા
ધર શુદ્ધોપયોગદશા સંપન્ન પરમશ્રમણ ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ કરી છે. વર્તમાનમાં આવા જ પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ આત્માર્થ અંગે ટંકોત્કીર્ણ વચનામૃત છે કે –
અનંતવાર દેહને અર્થે આત્મા ગાવ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી સર્વ દેહાથની કલ્પના છોડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. શ્રી સહજત્મસ્વરૂપ.”
- શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૧૯ અને આમ આ યુગપ્રવર્તક (Epoch-making) અનુપમ અદ્વિતીય અલૌકિક અસાધારણ આત્મખ્યાતિ' ગ્રંથ આ મહાનિગ્રંથ આત્મજ્ઞાની વીતરાગ મુનિચંદ્ર અમૃતચંદ્રજીએ અનન્ય તત્ત્વકળાથી ગૂંચ્યો છે. એટલા માટે જ પરમ અધ્યાત્મરસપરિણત, પરમ ભાવિતાત્મા આ “આત્મખ્યાતિ’ કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની આ સ્વાધ્યાય ઉઘોષણા અદ્યાપિ અન્ય અધ્યાત્મરસપિપાસુ આત્માર્થી જોગીજનોના હૃદયને સ્પર્શી તેમના પર અપાર ઉપકાર કરે છે, જીવતી જાગતી જ્યોત જેવા આ આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ આચાર્યજીની આ શુદ્ધ આત્માનુભૂતિમયી ચેતનવંતી અમૃતવાણી આત્માર્થી જોગીજનોને જાગૃત કરી. તેમના અંતરમાં નિર્મલ આત્મજ્યોતિ રૂપ અનુભવ પ્રદીપ પ્રગટાવે છે અને યાવચંદ્રદિવાકરી પ્રગટાવતી રહેશે એવું એમાં પરમ દૈવત છે !
કારણકે પરમર્ષિ ભગવતુ કુંદકુંદાચાર્યજીના દિવ્ય આત્મા સાથે અભેદ ભક્તિથી તાદામ્ય સાધી તેમના ગ્રંથોના અનન્ય પરમ પ્રમાણભૂત વ્યાખ્યાતા તરીકે પરમર્ષિ ભગવતુ અમૃતચંદ્રાચાર્યજીની
યાતિ જગત વિખ્યાત છે અને તેમાં પણ આ સમયસારની વ્યાખ્યા જે “આત્મખ્યાતિ' તરીકે ખ્યાત છે, તે તો આ પરમ આત્માનુભૂતિદશા સંપન્ન પરમ આર્ષદ્રષ્ટાના દિવ્ય આત્માનું તાદૃશ્ય-તદાકાર પ્રતિબિંબ પાડતી હોઈ, તે મહામુનીંદ્રની આત્મખ્યાતિ પોકારતી ખરેખર ! “આત્મખ્યાતિ' જ છે, એટલું જ નહીં પણ જે કોઈ સાચો આત્માર્થી મુમુક્ષુ આ આત્મખ્યાતિનું યથાર્થ ભાવન કરી તથારૂપ આત્મ પરિણમન કરશે, તે પણ અવશ્ય આત્મખ્યાતિ (આત્મસિદ્ધિને) પામશે, એટલા માટે પણ આ ખરેખર ! આત્મખ્યાતિ છે. માટે શુદ્ધ આત્માનુભવ રસનું આકંઠ પાન કરવા માટે આ અનુભૂતિ મૂર્તિ આચાર્યજીએ જે આ “આત્મખ્યાતિ” અમૃત રચના કરી છે, તેમાં અવગાહન કરી - ઊંડા ઉતરી, આ પરમ શાંતસુધારસમય શુદ્ધ આત્માનુભવામૃત રસનું આકંઠ પાન કરી આત્માર્થી સંતજનો તૃપ્ત થાઓ ! અને તેમાં પણ પરમ વિશિષ્ટ “અમૃતઘન” સંભૂત એક એક સુવર્ણ કળશ સાક્ષાત્ “અમૃતકુંભ' - જેમાં આ પરમબ્રહ્મવેત્તા પરબ્રહ્મરૂપ પરમ આત્માએ આત્માનુભૂતિનો સ્વયંભૂરમણ સમુદ્ર સમાવ્યો છે - તેનું અનુભવરસ્વાદન કરી સાક્ષાતુ અમૃતસિંધુ અનુભવો ! અને અમૃતચંદ્રજીની આ પરમ અમૃતવાણીને માણી અમૃત “આત્મજ્યોતિ'ની વિખ્યાતિ કરો !