Book Title: Samayne Olkho Part 02 Author(s): Vidyavijay Publisher: Vijaydharmsuri Jain Granthmala View full book textPage 9
________________ સમયને ઓળખના પહેલા અને બીજા ભાગમાં મુનિરાજશ્રો વિદ્યાવિજયજીના, તે ઓજસ્વી અને પ્રભાવશાળી લેખને સંગ્રહ છે, કે જે લેખ “ધર્મધ્વજ ” માં નિયમિત રીતે તેમણે લખ્યા હતા. પહેલા ભાગમાં ૧ થી ૩૬ સુધીના લેખો આપવામાં આવ્યા છે, જ્યારે આ બીજા ભાગમાં ૩૭ થી ૫૬ સુધી. વાંચકો જોઈ શકશે કે- મુનિરાજશ્રી વિદ્યાવિજયજીના આ ૫૬ લેખોમાં આવતી કાલના પડઘાઓ છે, જીવનની સમસ્યાઓના સુંદર ઉકેલ છે; સમાજના અધ:પતન માટેની લાલબત્તી છે, સાધુજીવનના સુધારાઓ માટેની ઉગ્ર પરતુ આવસ્યક અને આદરણીય સૂચનાઓ છે. ટૂંકમાં કહીએ તે આજના સામાજિક જીવનને કતરી ખાતી રૂઢીઓ હામેને નિર્ભીક બળવે છે. પ્રત્યેક લેખમાંથી સુધારણની ઉગ્રતા અને ધગશ તરી આવે છે. અમારી સંપૂર્ણ ખાતરી છે કે-મુનિરાજશ્રી વિધાવિજયજીનો સમયને ઓળખે ને સંદેશ જૈન સમાજના જીવનમાં ઉપયોગી નિવડશે, અને તેમણે પ્રત્યેક લેખમાં, જેનજીવન સાથે ઊંડે સંબંધ ધરાવતા પ્રશ્નો પર કરેલી નિડર ચર્ચા ઉપર જૈન સમાજ ધ્યાન આપી સુધારાના માર્ગે વળશે. લેખેને સંગ્રહ અને તેની પ્રેસ કોપી કરી આપનાર ભાઈ શાન્તિલાલ બલાખીદાસ દેહગામવાળાને આભાર માનીએ છીએ. ” શ્રીવિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, દીપચંદ બાંઠિયા. છોટા સરાફા, ઉજજેન. મંત્રી. ૧-૧-૩૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 254