________________
જન-આગમમંદિર મધ્યમાં એક મોટું, આજુબાજુ ચાર મધ્યમ મંદિરવાળું. અને ૪૦ દેરીઓની રચનાથી વિભૂષિત કરાયું છે. એમાં ઉર્વલક અને અલકના વિમાનમાંના શાશ્વતોમાં સ્થાપિત કરાયેલા એક સે એંસી જિનબિંબને અનુલક્ષીને ૧૮૦ પ્રભુ પ્રતિમાઓ જૈનાગની સંખ્યા પીસ્તાલીશ હેવાથી ૪૫ ચૌમુખજીઓ વડે આ પ્રમાણે સ્થાપિત કરાવાઈ છે.–વર્તમાન ૨૪ તીર્થકરોના વીસ, ૨૦ વિહરમાન જિનેશ્વરના વીસ અને શાશ્વતા ચૌમુખજી મલી ૪૫ ચૌમુખજીઓ વડે (૫*૪=૧૮૦) દેવલેકમાનાં જિનબિંબ સ્વરૂપ સાચવવામાં આવ્યું છે. જિનેશ્વરના જન્મકલ્યાણક સમયના અભિષેક માટેના મેરૂ પર્વતે પાંચ હેવાથી તેને અનુલક્ષીને એક મોટો ૪ મધ્યમ એ પાંચ ચમાં. આગમ અને પ્રકરણમાં આવેલા વર્ણને પ્રમાણે પાંચ મેરૂ–પર્વતની સ્થાપના કરી પાંચ ચૌમુખજી અને બાકીની ૪૦ દેરીઓમાં જિનેશ્વર ભગવતેએ સમવસરણમાં ચારે દિશાઓ તરફ ચતુર્મુખે આગમન પ્રરૂપણારૂપ દેશના દીધી હોવાથી તે ઉદ્દેશને–અનુલક્ષીને ૪૦ સમવસરણોમાં ૪૦ ચૌમુખજી મલી ૪૫ ચૌમુખજી પ્રતિષ્ઠિત કરાયા છે. તેમજ દિવાલમાં મકરાણાના આદર્શ પાષાણોમાં શ્રી મુખે પ્રરૂપેલાં એ પીસ્તાલીશ આગમે અને પૂર્વાચાર્યોએ રચેલાં કમ્મપયડિ પંચસંગ્રહ જ્યોતિષ કરંડક વગેરે કેટલાક શાસ્ત્ર આરૂઢ કરાવી સ્થાપવામાં આવ્યા છે.
(૨) ઉપર્યુક્ત આગમમંદિરની સમીપમાં સુકુમાર અને આકર્ષક સિદ્ધચક્ર–ગણધરમંદિર પણ બાંધવામાં આવ્યું છે. એના સહુથી ઉપલા મજલામાં ચારે દિશાએ કૃપાદૃષ્ટિ દાખવતા ચૌમુખજી પધરાવવામાં આવ્યા છે. અને ભૂગર્ભમાં અતિથિ તરીકે અન્ય પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવ્યા છે. વચલા તલમજલાના ભાગમાં સિદ્ધચક્ર મંડળ આદીની ચેજના આ મુજબ કરવામાં આવી છે–સિદ્ધચક્ર મંડળમાં ૧૦૦૮ પાંખડીના કમળમાં સમવસરણ વેર્યું હોઈને ઉપલી બાજુમાં નવપદજીની યોજના માટે વિશાળપણે કમળની ૮ પાંખડીઓ બનાવવામાં આવી છે. કમળના મધ્યભાગની શિખામાં અરિહંતરૂપે ચૌમુખજીની અને