Book Title: Ratnatrayina Ajwala Author(s): Kumarpal Desai Publisher: Anukampa Trust Prakashan View full book textPage 8
________________ મૂલ્યવાન અનુભવ શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ પાસેથી પ્રત્યક્ષ રૂપે મળ્યો. શ્રી જેસલમેર તીર્થ અને શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થનો જીર્ણોદ્ધાર શ્રી કસ્તૂરભાઈના માર્ગદર્શનથી કર્યો. અન્ય યાત્રામાં પણ તેઓ શ્રી અરવિંદભાઈને સાથે લઈ જતા હતા. પરિણામે યાત્રાનું પુણ્ય અને અનુભવનું ભાતું બંને અરવિંદભાઈને એકસાથે મળ્યા. શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈની કરકસરયુક્ત વહીવટ અને ઝીણવટભરી દૃષ્ટિ – આ બે બાબતો અરવિંદભાઈને સ્પર્શી ગઈ. પ.પૂ. આચાર્ય શ્રી રામચંદ્રસૂરિ મહારાજ વિદ્યાશાળામાં રહેતા હતા અને તેઓશ્રી ત્યારે અરવિંદભાઈને ત્યાં ગોચરી માટે પધારતા હતા. સંસારીકાળમાં પ.પૂ. સિદ્ધિસૂરિજી (બાપજી મહારાજ) મ. પાસે પૂ. આ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ શાસ્ત્રાભ્યાસ કરતા હતા અને એ સમયે અરવિંદભાઈના માતુશ્રી મહાલક્ષ્મીબેન પણ પૂ. બાપજી મહારાજ પાસે ધાર્મિક અભ્યાસ માટે આવતા હતા. પ.પૂ. આ. રામચંદ્રસૂરીશ્વરજી મ. પાસેથી દેરાસરનો વ્યવસ્થિત વહીવટ કઈ રીતે કરવો તેની ઊંડી સમજ મળી અને જિર્ણોદ્ધારના કાર્યમાં પણ મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી અરવિંદભાઈએ ગંધાર તીર્થનો જિર્ણોદ્ધાર પૂરો કરાવ્યો અને તેઓની આજ્ઞાથી હસ્તગિરિ તીર્થના કાર્યમાં ઊંડો રસ લીધો અને જ્યાં આવશ્યક્તા થઈ ત્યાં આ તીર્થ નિર્માણમાં શ્રી કાંતિભાઈ ઝવેરીને સાથ પૂરો પાડ્યો. આજથી ચાલીસ વર્ષ પહેલા પોતાના મામા જીવણલાલ છોટાલાલ સંઘવીની સાથે રહીને માતર તીર્થનો જિર્ણોદ્ધાર કરાવ્યો. અમદાવાદના લાવણ્ય સોસાયટીના જિનાલયના નિર્માણમાં એમનો અપૂર્વ સહયોગ મળ્યો. બનારસમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણક સ્થળે નિર્મિત જિનાલયમાં અને હૈદ્રાબાદમાં શ્રી કુલપાકજી જિનાલયના જિર્ણોદ્ધારમાં સક્રિય ફાળો આપ્યો. આવી રીતે રાંતેજનું શ્રી બાવન જિનાલયનું કાર્ય એમના સાથને પરિણામે શક્ય બન્યું. દિલ્હી-હસ્તિનાપુર પાસે નિર્માણ થઈ રહેલા અષ્ટાપદજીના મંદિરનો શિલાસ્થાપનવિધિ શ્રેષ્ઠિવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈની સાથે રહીને કરી હંતી. મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં ચંદનબાલાનું સફેદ આરસનું જિનાલય એમની દેખરેખ હેઠળ તૈયાર થયું. આમ ભારતના કોઈપણ જિનાલયના નિર્માણમાં શ્રી અરવિંદભાઈએ તન, મન અને ધનથી સહયોગ આપ્યો. ભારતના દોઢસોથી વધુ તીર્થો કે જિનાલયોનો જિર્ણોદ્ધાર અંગે તેઓએ માર્ગદર્શન અને મદદ આપ્યાં છે. ઈ. ૧૯૭૪માં અમદાવાદથી શ્રી શેરિસા તીર્થ, શ્રી વામજ તીર્થ, શ્રીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 284