________________
૨૦
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
અર્થ:- ત્યાં (પ્રજાવત્સલ અને ધર્મપરાયણ) પ્રસેનજિત નામના એવા શિશુનાગ વંશીય રાજા રાજ્ય કરતા હતા. તેમણે કરવેરો અને દંડનીતિનો ત્યાગ કર્યો હતો. તેમના રાજ્યમાં સર્વત્ર શાંતિ હતી તેથી) લાતોનો પ્રહાર, તમાચો મારવો, કોરડાના માર મારવા, સોટી વીંઝવા જેવી ચાર પ્રકારની શિક્ષા કરવાનો અવસર જન આવ્યો. ... ર૯
રાજા નિષ્કટક રીતે રાજ્ય કરતા હતા. તેઓ સ્વરૂપવાન અને ગુણવાન હોવાથી તેમને સો સુંદર કન્યાઓ પરણી હતી. આ સો રાણીઓમાં કલાવતી નામની તેમની મુખ્ય પટરાણી હતી. મહારાજા પ્રસેનજિત પોતાની રાણીઓ સાથે ઈન્દ્ર જેવા દિવ્ય સુખો ભોગવતા હતા.
... ૩૦ મહારાણી કલાવતીને સો પુત્રોની પ્રાપ્તિ થઈ. (આ રાસકૃતિના નાયક) રાજકુમાર શ્રેણિક (બિંબસાર)એ મહારાણી કલાવતીના પુત્ર હતા. યોગ્ય વય થતાં તેમને પાઠશાળામાં વિદ્યાભ્યાસ માટે મોકલ્યા. તેઓ ચૌદ વિદ્યામાં પારંગત થયા. તેમણે કુશાગ્ર બુદ્ધિના કારણે તેમણે શાસ્ત્રના સર્વ ભેદો-પ્રભેદોને અલ્પ સમયમાં જાણી લીધા.
...૩૧ જે વ્યકિત જીવનની પ્રથમ અવસ્થામાં જ્ઞાનાર્જન ન કરે, બીજી અવસ્થામાં ધનનું ઉપાર્જન ન કરે, ત્રીજી અવસ્થામાં ધર્મનું આચરણ કરી આત્મશ્રેય ન કરે તેવી વ્યકિત પોતાના આયુષ્યની ચોથી(અંતિમ) અવસ્થામાં શું કરી શકે?
.. ૩૨ મહારાજા પ્રસેનજિતે પોતાના શ્રેણિકાદિ સર્વ પુત્રોને વિદ્યાભ્યાસ શીખવ્યો. તેઓ પોતાના વિદ્યાવંત પુત્રોને જોઈ ખુશ થયા. કવિ ઋષભદાસ કહે છે કે, મહારાજા પોતાના પુત્રનું નિરીક્ષણ કરવા લાગ્યા.... ૩૩
દુહા : ૨ રમણિ કંચન કનક ધરિ, આંગણિ સૂત સપૂત; પરમ પુરુષ પૂજ્યા વિના ન લહઈ એ ઘર સૂત નૃપ સુતો નિજ માલીઈ, એક દિન ચિંતઈ એહ; સુત કેતા ઉછાંછલા, આજ્ઞાન માનિ તેહ કરું પરિક્ષા પૂતની, કોહોની બુધિ સુસાર; રાજ્ય જોગિ જાણી કરી, સોપું ઘરનો ભાર
... ૩૬ અર્થ - સુંદર અને મનોહરભર્યા, ધનદોલત, સુવર્ણ તેમજ કુટુંબની આબરુ વધારે તેવા વિનયવંત પુત્રો જે ઘરના આંગણામાં હોય, તે ઘર ધન્ય છે. ઉત્તમ પુરુષોની સેવા-ભક્તિ કર્યા વિના કોઈ ઘરમાં આવો શ્રેષ્ઠ સુયોગ પ્રાપ્ત ન થાય.
... ૩૪ એક દિવસ મહારાજા પ્રસેનજિત પોતાના મહેલમાં આરામ કરતા હતા ત્યારે તેમને એક વિચાર આવ્યો કે “મારા પુત્રો તો ઘણા છે. તેઓ જ્ઞાન અને શક્તિમાં સમાન કક્ષાના છે પરંતુ કેટલાક પુત્રો ઉછાછળાં અને અવિનયી હોવાથી તેઓ મારી આજ્ઞાનું પાલન નહીં કરે.
... ૩૫ (મગધ દેશના ઉત્તરાધિકારી બનવાનું સામર્થ્ય કોણ ધરાવે છે, તે માટે) હું પુત્રોની પરીક્ષા કરું. કયો
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org