________________
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ”
આર્ય દેશ એ ષટ ખંડ તણો વિસ્તાર, વસઈ બત્રીસ હજાર; આરય દેસ સાઢ પંચવીસ, બીજા અનારય કહઈ જત્તદીસ દાદિણ ભરત મધિ ખંડ મઝારિ, અનેક દેસ વસઈ તેણઈ ઠારિ; આરય દેસ સાઢા પંચવીસ, વસઈ તિહાં તે વિવરી કહીસ મગધ દેસ દસ વલી અંગ, કાસી કોસલ બંગ ડુલિકિંગ; કુર્કસ્માદ જંગલ પંચાલ, સોરઠ દેસમાં દેશમાં નર સુકુમાલ કછ વિદેહ અનિ સંદર્ભ, શાંડિલ્યગ દેસમાં ધર્મ સુલભ; સિંધુ સૂરસેન વરનાટ, ચાંચ દેસ નર નહી ઉચાટ દેશ દશાર્ણ ભંગી લાટ, કુણાલ કુંડ માંહા ઘર જહ; ચંડાલ અરધો કેકઈ દેસ, જિહાં પાતિગનો નહી લવલેસ
... ૨૪ અર્થ :- આ છ ખંડનો વિસ્તાર કહું છું. છ ખંડમાં પ્રત્યેકના ૩૨,૦૦૦ દેશો રહેલા છે. તેમાં સાડા પચ્ચીસ આર્ય દેશ છે. બીજા અનાર્ય દેશ છે; એવું જિનેશ કહે છે.
... ૨૦ દક્ષિણ ભારતના મધ્ય ખંડમાં તે સ્થાને અનેક દેશ વસેલા છે. ત્યાં સાડા પચ્ચીસ આર્ય દેશો રહેલા છે. તેના હું નામ કહું છું. (છ ખંડમાં ૧,૯૨,૦૦૦ દેશો છે. તેમાંથી ફક્ત ૨પા આર્ય દેશ છે. બાકીના ૩૧,૯૭૪ અનાર્ય દેશ છે.)
મગધ દેશ, અંગદેશ, કાશી દેશ, કોશલ દેશ, બંગદેશ, કલિંગદેશ, કુરૂદેશ, કુશાવર્ત દેશ, જંગલ દેશ, પાંચાલ દેશ, સૌરાષ્ટ્ર દેશમાં ધાર્મિક અને સુકોમળ હૃદયના જીવો રહે છે.
... રર કૌશાંબી દેશ, વિદેહ દેશ, વત્સ દેશ અને શાંડિલ્ય દેશમાં ધર્મ સુલભ છે. સિંધુ દેશ, મલય દેશ, સોવીર દેશ, વરણ દેશ, ચેદિદેશમાં કોઈ મનુષ્યને ઉચાટ-ચિંતા નથી.
દશાર્ણ દેશ, ભંગ દેશ, લાટ દેશ, કુણાલ દેશ, ચંડ દેશ અને અડધા કેકયાર્ફ દેશના નગરજનો ધાર્મિક વૃત્તિવાળા હોવાથી ત્યાં પાપકર્મ બિલકુલ નથી.
રાજગૃહી નગરીનું ભૌગોલિક વર્ણન સાઢા પંચવીસ દેસ એ જોય, ઉત્તમ માનવ એ માંહિ હોય; મગધ દેસ રાજગ્રહી જાંહિ, શ્રેણિકરાય નર હુઉ ત્યાKિ ગઢ નગરી સબલો વિસ્તાર, લંબ પણઈ યોજનHવાર;
નવ યોજન તે પોહલી સહી,લંકા નગરી ઉપમ કરી (૨) શ્રી બ્રહ્દ જૈન થોક સંગ્રહ, બોલ નં.-૨૫, પૃ.-૭૯/૮૦. નોંધ :આદેશો – જંબુદ્વીપનો દક્ષિણ છેડાનો ભૂખંડ ભરતક્ષેત્રના નામથી વિખ્યાત છે. તે અર્ધચંદ્રાકાર છે. તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં લવણ સમુદ્ર છે. ઉત્તર દિશામાં ચુલહિમવંત પર્વત છે. ચુલહિમવંત પર્વતથી નીકળતી ગંગા અને સિંધુનદીના કારણે ભરતક્ષેત્રનાં છ ભાગ પડે છે. પ્રથમ ખંડ આર્ય ખંડ છે. ૨,૩,૪,૫,૬ અનાર્ય ખંડ છે. પ્રથમ ખંડને મધ્યખંડ કહેવાય છે. તેમાં સાડા પચ્ચીસ આર્ય દેશ છે.
•. ૨૪
रह
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org