________________
શ્રેણિક મહારાજા કયા દ્વીપમાં, કયા ક્ષેત્રમાં રહેતા હતા ? તેમના દેશ નગર વિશેની માહિતી હું કહીશ... ૮ ૪૫ લાખ યોજનના વિસ્તારવાળી આ પૃથ્વી ઉપર સદાકાળ માનવોનું અસ્તિત્વ છે. ૪૫ લાખ યોજનના વિસ્તારવાળી આ પૃથ્વીને અઢીદ્વીપ કહેવાય છે. ત્યાં માનવોનો (કાયમ) વસવાટ છે. આ અઢી દ્વીપની મધ્યમાં જંબુદ્વીપ છે. તેનું વિવરણ કહું છું. (જુઓ ચિત્રમાં)
... ૯
જંબુદ્વીપ એક લાખ યોજનનો છે. તે થાળી આકારે ગોળ છે. જંબુદ્વીપને ફરતો લવણ સમુદ્ર છે. તે બે લાખ યોજનનો પહોળો છે, ત્યાર પછી ધાતકી ખંડદ્વીપ છે.
... ૧૦
તે ચાર લાખ યોજનનો છે, તે જાણો. ત્યાર પછી કાલોદધિ સમુદ્ર છે. તે સમુદ્ર આઠ લાખ યોજનનો ફરતો ચારે તરફ છે. ત્યાર પછી પુષ્કરવરદ્વીપનો વિચાર છે.
૧૧
પુષ્કરવરદ્વીપ સોળ લાખ યોજનનો છે. તેનાં મધ્યમાં ફરતો માનુષોત્તર પર્વત છે તેથી અર્ધ પુષ્કરવ૨દ્વીપમાં જ મનુષ્યનો વસવાટ છે. તેનો આઠ લાખ યોજનનો વિસ્તાર છે.
૧૨
આ રીતે પૂર્વથી પશ્ચિમ જતાં અઢીદ્વીપનો વિસ્તાર પિસ્તાલીસ લાખ યોજનનો થાય છે. જંબુદ્વીપમાં ત્રીસ અકર્મભૂમિ છે તેમજ ત્યાં પંદર કર્મભૂમિ છે.
ક
૧૩
આ અઢીદ્વીપના મનુષ્ય ક્ષેત્રની કથા છે. મહારાજા શ્રેણિક મનુષ્ય ક્ષેત્રમાં કયા સ્થાને હતા તે કહું છું. અઢીદ્વીપમાં જંબુદ્વીપ અનુપમ છે. તે અસંખ્યાતા દ્વીપોથી વીંટળાયેલો છે.
... ૧૪
આ જંબુદ્વીપને ફરતા પાછળ અસંખ્યાતા સમુદ્રો છે. આ સમુદ્રો વિવિધ રંગના જળોથી ભરેલા છે. આ અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રોની મધ્યમાં જંબુદ્વીપ છે. આ જંબુદ્વીપને ફરતો કોટ-કિલ્લો છે, તેને જગતી કહેવાય. તેની પહોળાઈ ચાર યોજન છે.
૧૫
જંબુદ્વીપની વચમાં મંદર-મેરૂ પર્વત છે. તે સંપૂર્ણ સુવર્ણમય(સ્વચ્છ અને મનોહર) છે. મેરૂ પર્વતની દક્ષિણ દિશામાં ભરતક્ષેત્ર છે. તેનો વિસ્તાર પાંચસો છવ્વીસ યોજન અને ૬ કલા(પર૬ ૬/૧૯ યોજન)નો છે ; તેવું જિનેશ્વર દેવ કહે છે.
૧૭
ભરતક્ષેત્રનો આકાર (અર્ધચંદ્ર) ધનુષ્ય જેવો છે. ભરતક્ષેત્રની બરાબર મધ્યમાં વૈતાઢય પર્વત છે. તે પૂર્ણતયા રજતમય છે. તે પચ્ચીસ યોજન ઊંચો છે અને ૫૦ યોજન પહોળો છે. (જુઓ ચિત્રમાં)
... ૧૬
વૈતાઢચ પર્વતની તળેટીમાં તમિશ્રા અને ખંડપ્રપાત નામની બે ગુફાઓ છે. ત્યાં ચક્રવર્તીનું સૈન્ય જાય છે. ત્રણ ખંડ જે ઉત્તર દિશામાં છે, તેના પર ચક્રવર્તી વિજય મેળવે છે.
••• ૧૭
૧૮
...
ઉત્તર દિશાના ત્રણ ખંડને ઉત્તર ભારત કહેવાય છે. ત્યાર પછી ચક્રવર્તી દક્ષિણ ભારત ઉપર વિજય મેળવે છે. ત્યાનાં રાજાઓ ચક્રવર્તીની આજ્ઞામાં રહે છે . તેના ત્રણ ખંડ છે . આ છ ખંડનું વર્ણન જોઈએ....૧૯
(૨) શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, પક્ષ પ્રથમ વક્ષકાર, સૂત્ર-૧૧, પૃ.-૧૧/૧૨ (૩) શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, છઠ્ઠો વક્ષકાર, પૃ.-૪૩૯
(૪) ચક્રવર્તી : વિશેષ માહિતી માટે જુઓ પરિશિષ્ટ વિભાગ
(૧) જંબુદ્વીપનું વિવરણ – શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂત્ર-૩, પૃ.-૪. આ ઉપરાંત લધુસંગ્રહણી, ક્ષેત્રસમાસ, બૃહત્સેત્રસમાસ લોકપ્રકાશ ગ્રંથમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org