Book Title: Pravachana sara Pravachano
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૧ - નમ: સિદ્ધેશ્ય: - - નમ: નેવાન્તાય - શ્રીમદ્ ભગવદકુંદાચાર્ય દેવપ્રણીત શ્રી પ્રવચનસાર શેયતત્ત્વ - પ્રજ્ઞાપન અધિકાર હવે શયતત્ત્વનું પ્રજ્ઞાપન કરે છે અર્થાત્ યતત્ત્વ જણાવે છે. તેમાં (પ્રથમ) પદાર્થનું સમ્યક (સાચું) દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ વર્ણવે છે. : अत्थो खलु दव्वमओ दव्वाणिं गुणप्पगाणि भणिदाणि । तेहिं पुणो पज्जाया पज्जयमूढा हि परसमया ।।१३।। अर्थः खलु द्रव्यमयो द्रव्याणि गुणात्मकानि भणितानि । तैस्तु पुनः पर्यायाः पर्ययमूढा हि परसमयाः ।। ९३।। છે અર્થ દ્રવ્યસ્વરૂપ, ગુણ - આત્મક કહ્યાં છે દ્રવ્યને, વળી દ્રવ્ય - ગુણથી પર્યયો; પર્યાયમૂઢ પરસમય છે.. ના ૯૩iા ગાથા-૯૩. અન્વયાર્થ- [૩૫ર્થ– ] પદાર્થ [દ્રવ્યમય:] દ્રવ્ય સ્વરૂપ છે; [દ્રવ્યાળિ] દ્રવ્યો [ગુણાત્માનિ] ગુણાત્મક (મળતાનિ) કહેવામાં આવ્યા છે. [તૈ. તુ પુન:] અને વળી દ્રવ્ય તથા ગુણોથી [પર્યાયા] પર્યાયો થાય છે. (પર્યાયમૂઢીં. દિ) પર્યાયમૂઢ જીવો [ પરમાદ] પરસમય (અર્થાત્ મિથ્યાષ્ટિ) છે. ટીકા- આ વિશ્વમાં જે કોઈ જાણવામાં આવતો પદાર્થ છે તે આખોય વિસ્તાર સામાન્યસમુદાયાત્મક અને આયતસામાન્યસમુદાયાત્મક દ્રવ્યથી રચાયેલો લેવાથી દ્રબય (દ્રવ્યસ્વરૂપ) છે. વળી દ્રવ્યોએક જેમનો આશ્રય છે એવા વિસ્તારવિશેષોસ્વરૂપગુણોથી રચાયેલાં (–ગુણોનાં બનેલાં) હેવાથી ગુણાત્મક છે, વળી પર્યાયો - કે જેઓ આયતવિશેષોસ્વરૂપ છે તેઓ-જેમનાં લક્ષણ (ઉપર) કહેવામાં આવ્યાં એવાં દ્રવ્યોથી તેમજ ગુણોથી રચાયેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે, ગુણાત્મક પણ છે. તેમાં, અનેકદ્રવ્યાત્મક એકતાની * પ્રતિપત્તિના કારણભૂત દ્રવ્યપર્યાય છે. તે દ્વિવિધ છે. (૧) સમાનજાતીય અને (૨) અસમાનજાતીય. ૧. વિસ્તારસામાન્ય સમુદાય - વિસ્તાર સામાન્યરૂપ સમુદાય. વિસ્તાર એટલે પહોળાઇ. દ્રવ્યના પહોળાઇ - અપેક્ષાના (- એક સાથે રહેનારા, સહભાવી) ભેદોને (-વિસ્તારવિશેષોને) ગુણો કહેવામાં આવે છે; જેમકે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે જેવદ્રવ્યના વિસ્તારવિશેષ અર્થાત ગુણો છે. તે વિસ્તારવિશેષોમાં રહેલા વિશેષપણાને ગૌણ કરીએ તો એ બધામાં એક આત્માપણારૂપ સામાન્યપણું ભાસે છે. આ વિસ્તારસામાન્ય (અથવા વિસ્તાર સામાન્ય-સમુદાય) તે દ્રવ્ય છે. ૨. આયતસામાન્યસમુદાય - આયત સામાન્યરૂપ સમુદાય. આયત એટલે લંબાઇ. અર્થાત્ કાળ અપેક્ષિત પ્રવાહ. દ્રવ્યના લંબાઇ - અપેક્ષાના (એક પછી એક પ્રવર્તતા, કમભાવી, કાળ અપેક્ષિત) ભેદોને (–આયતવિશેષોને) પર્યાયો કહેવામાં આવે છે, તે ક્રમભાવી પર્યાયોમાં પ્રવર્તતા વિશેષપણાને ગૌણ કરીએ તો એક દ્રવ્યપણારૂપ સામાન્યપણે જ ભાસે છે. આ આયાતસામાન્ય (અથવા આયત સામાન્ય સમુદાય ) તે દ્રવ્ય છે. ૩. અનંત ગુણોના આશ્રય એક દ્રવ્ય છે. ૪. પ્રતિપત્તિ – પ્રાપ્તિ; જ્ઞાન; સ્વીકાર. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 549