________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાય છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદવ તત્ત્વદીપિકાની પૂર્ણાહુતિ કરતાં ભાવેલી ભાવના ભાવીને આ ઉપોદઘાત પૂર્ણ કરું છું: ““આનંદામૃતના પૂરથી ભરચક વહેતી કૈવલ્યસરિતામાં જે નિમગ્ન છે, જગતને જોવાને સમર્થ એવી મહાજ્ઞાનલક્ષ્મી જેમાં મુખ્ય છે. ઉત્તમ રત્નના કિરણ જેવું જ સ્પષ્ટ છે અને જે ઈષ્ટ છે- એવા પ્રકાશમાન સ્વતત્ત્વને જીવો ચાત્કારલક્ષણથી લક્ષિત જિનેન્દ્રશાસનના વશે પામો.''
હિંમતલાલ જેઠાલાલ શાહ
શ્રુતપંચમી વિ. સં. ૨૦૦૪
(દ્વિતીય આવૃત્તિ પ્રસંગે)
પ્રથમ આવૃત્તિમાં શ્રીમદ્ જયસેનાચાર્ય દેવકૃત “તાત્પર્યવૃત્તિ' નામની સંસ્કૃત ટીકા છપાવવામાં આવી નહોતી; આ દ્વિતીય આવૃત્તિમાં તે ઉમેરવામાં આવી છે આ “તાત્પર્યવૃત્તિ” સંસ્કૃત ટીકા વિ. સં. ૧૯૯૧માં શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા પ્રકાશિત પ્રવચનસાર પ્રમાણે છપાવવામાં આવી છે; તેમાં (વિં સં. ૧૯૯૧ની મુદ્રિત ટીકામાં) કયાંક અશુદ્ધિઓ જણાઈ તે ઘણીખરી (હસ્તલિખિત પ્રતના આધારે) સુધારી લેવામાં આવી છે, તેમ જ કયાંક મુદ્રિત પાઠો કરતાં હસ્તલિખિત પ્રતના પાઠાંતરો વિશેષ બંધબેસતા લાગ્યા ત્યાં હુસ્તલિખિત પ્રત પ્રમાણે પાઠ લેવામાં આવ્યા છે. આ ‘તાત્પર્યવૃત્તિનું સંશોધનકાર્ય બ્ર. ભાઈશ્રી ચંદુભાઈ ઝોબાળિયાએ ખૂબ પરિશ્રમપૂર્વક ઉત્સાહથી કર્યું છે.
ગુજરાતી અનુવાદ પ્રથમ આવૃત્તિ પ્રમાણે રાખવામાં આવ્યો છે, માત્ર કોઈક અતિ જાજ સ્થળોએ અલ્પ ફેરફાર કર્યો છે.
જે જે ભાઈઓએ કામમાં મદદ કરી છે તે સૌનો ઋણી છું. શ્રુતપંચમી વિ. સં. ૨૦૨૪
હિંમતલાલ જેઠાલાલ શાહ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com