Book Title: Pratima Shatak Part 04
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/પ્રાફિકથન ૯ શ્લોક-૭૪માં સાધુલિંગની વંઘતામાં ભજનાની અને પ્રતિમાની એકાંતે વંઘતામાં યુક્તિ બતાવેલ છે.
ક શ્લોક-૭૫માં અવિધિકારિતપ્રતિમાને વંદનીય સ્વીકારવાથી પ્રતિષ્ઠાવિધિના વૈયÁની પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ કરેલ છે અને મુખ્ય પ્રતિષ્ઠાનું સ્વરૂપ, પ્રતિષ્ઠાવિધિથી ક્ષયોપશમભાવરૂપ અદૃષ્ટની આત્મામાં પ્રાપ્તિ, પ્રતિષ્ઠાવિધિથી પરંપરાએ મોક્ષફળની પ્રાપ્તિ, પરમપ્રતિષ્ઠાનું સ્વરૂપ ઇત્યાદિ પદાર્થોનું વર્ણન કરેલ છે.
૯ શ્લોક-૭૬માં પ્રતિષ્ઠાવિધિથી આત્મામાં નિજભાવની પ્રતિષ્ઠા સ્વીકારવાને કારણે અપ્રતિષ્ઠિતત્વની અને પ્રતિષ્ઠા કરાવનારના અદષ્ટના ક્ષયથી પ્રતિમાની અપૂજ્યતાની આશંકાનું નિરાકરણ કરેલ છે.
* શ્લોક-૭૭માં તીર્થાતરીય પરિગૃહીત પ્રતિમાની જેમ પાર્થસ્થપરિગૃહીત પ્રતિમાને પણ અવંદનીય કહેનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ કરેલ છે.
૯ શ્લોક-૭૮માં પરંપરાથી અને શાસ્ત્રયુક્તિથી સ્વગચ્છની અને પરકીયગચ્છની પ્રતિમામાં ભેદનો અભાવ બતાવેલ છે.
* શ્લોક-૭૯-૮૦માં પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ ભક્તિથી જિનપ્રતિમાની સ્તુતિ અને જિનપ્રતિમાનું સ્વરૂપ બતાવેલ છે.
શ્લોક-૮૧થી ૯૨માં દ્રવ્યસ્તવમાં ભક્તિરૂપ ધર્મ અને હિંસારૂપ અધર્મ માનનાર પાર્થચંદ્રમતના નિરાકરણની ચર્ચા કરેલ છે.
૯ શ્લોક-૯૩માં દ્રવ્યસ્તવમાં માત્ર પુણ્યરૂપતા સિદ્ધ કરવાપૂર્વક દ્રવ્યસ્તવને અકરણીય બતાવનાર મતના નિરાકરણની ચર્ચા કરેલ છે.
* શ્લોક-૯૪માં લોકોત્તરપૂજા ધર્મરૂપ અને લૌકિકપૂજા પુણ્યરૂપ છે, તેનું વિધાન કરેલ છે.
* શ્લોક-૯૫માં નિશ્ચયનયથી મોક્ષના કારણભૂત અને પુણ્યબંધના કારણભૂત ધર્મનું સ્વરૂપ બતાવેલ છે.
* શ્લોક-૯૬માં દ્રવ્યસ્તવનું ગાંભીર્ય અને પરમાત્મભક્તિની ઉત્તરોત્તર ભૂમિકાઓ બતાવેલ છે.
* શ્લોક-૯૭માં પાર્શ્વનાથ ભગવાનની વિશેષતા, વ્યવહારનય અને નિશ્ચયનયથી પરમાત્મભક્તિનું સ્વરૂપ, નિશ્ચયનયની ભક્તિ અંતર્ગત સંપ્રજ્ઞાતસમાધિ, અસંમજ્ઞાતસમાધિનું સ્વરૂપ, ધ્યાનદશામાં નિશ્ચયનયની ભક્તિ અને વ્યુત્થાનદશામાં વ્યવહારનયની ભક્તિનું સ્વરૂપ બતાવેલ છે.
* શ્લોક-૯૮થી ૧૦૩માં જિનપ્રતિમાની વિશિષ્ટ રીતે સ્તુતિ અને ગ્રંથકારશ્રી પૂજ્ય યશોવિજયજી મહારાજને પ્રતિમાના દર્શનથી પ્રાપ્ત થયેલ ફળનું વર્ણન કરેલ છે.

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 432