Book Title: Prabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 9
________________ તા. ૧૬-૧-૯૩ પ્રબુદ્ધ જીવન સિદ્ધ પરમાત્મા [] રમણલાલ ચી. શાહ [ગતાંકથી સંપૂર્ણ] અરિહંત પરમાત્માની પ્રતિમા-પૂજા તેમના સિદ્ધ સ્વરૂપે જ કરવાની હોય છે. અરિહંત પરમાત્મા તીર્થ પ્રવર્તાવ્યા પહેલાં, કેવળજ્ઞાન પૂર્વે, ઊઠતાં, બેસતાં, ચાલતાં એમ વિવિધ સ્થિતિમાં વિવિધ આકારે જોવા મળે અને તીર્થ પ્રવર્તાવ્યા પછી પણ વિવિધ આકારે જોવા મળે. પરંતુ તેઓ ફક્ત પર્યંકાસને અથવા કાયોત્સર્ગ મુદ્રાએ જ નિર્વાણ પામે, સિદ્ધગતિ પામે. એટલે તીર્થંકર ભગવાનની પ્રતિમા આ બે અવસ્થામાં જ હોય. તીર્થંકર ભગવાન સમવસરણમાં પાદપીઠ ઉપર પગ રાખીને દેશના આપતા હોય છે, તો પણ તેમની પ્રતિમા-પૂજા તો તેમના સિદ્ધ સ્વરૂપે જ કરવામાં આવે છે, જે તીર્થંકર ભગવાન હજુ નિર્વાણ નથી પામ્યા એવા વીસ વિહરમાન જિનેશ્વરોની તથા અનાગત તીર્થંકરોની પ્રતિમા પણ નિર્વાણ મુદ્રામાં જ કરવામાં આવે છે. આમ, બધી દૃષ્ટિએ વિચારતાં અરિહંત અને સિદ્ધ એ બે પદ લગભગ એકબીજાના પર્યાય જેવાં હોવાથી નવકારમંત્રમાં અરિહંત પરમાત્માને પ્રથમ નમસ્કાર કરાય તે જ સર્વથા ઉચિત છે. बुद्धाबोहिय इक्क- णिवा य ॥ સિદ્ધોના પંદર પ્રકાર નીચે પ્રમાણે છે. જગતના જીવોમાં કર્મની વિચિત્ર લીલાને કારણે અનંત પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. એમાં એટલી જ અસમાનતા, વિષમતા, વિચિત્રતા રહેલી છે. સિદ્ધ દશામાં સર્વ જીવો સમાન છે. તીર્થંકર ભગવાન સિદ્ધ થાય કે સામાન્ય કેવલી સિદ્ધ થાય, તેમની સિદ્ધ દશામાં ઊંચનીચપણું, અસામાનતા નથા. વ્યવહારમાં દાખલો આપવામાં આવે છે કે જેમ રાજા અને ભિખારીના જીવનમાં આભજમીનનો ફરક હોય છે, પરંતુ મૃત્યુ પામ્યા પછી ચિતા પર ચડેલા બંનેનાં શબ વચ્ચે એવું કોઇ અંતર નથી તેમ જુદા જુદા જીવો ગમે તે પ્રકારનાં જન્મમરણ કરીને આવ્યા હોય અથવા ગમે તે ભેદે સિદ્ધગતિ પામ્યા હોય, પણ સિદ્ધ દશામાં તેઓ બધા સરખા જ છે, સરખું જ શિવસુખ અનુભવે છે. કેવા પ્રકારના જીવો કેવી કેવી રીતે સિદ્ધગતિ પામે છે તેને આધારે સિદ્ધના પંદર પ્રકારો બતાવવામાં આવે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે,'સિદ્ધા પારલવિદા પાતા’ ‘નવતત્ત્વ પ્રકરણ' માં કહ્યું છે ઃ जिण अजिण तित्थऽतित्था गिहि अन्न सलिंग थी नर नपुंसा ॥ पत्तेय सयंबुद्धा (૧) તીર્થસિદ્ધ તીર્થંકર પરમાત્માના શાસનકાળ દરમિયાન જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે તીર્થસિદ્ધ કહેવાય. ઉ.ત. ગણધરો સર્વ તીર્થસિદ્ધ હોય છે. (૨) અતીર્થસિદ્ધ - તીર્થંકર ભગવાન તીર્થની સ્થાપના કરે તે પહેલાં અથવા તીર્થનો વિચ્છેદ થઇ ગયા પછી જે સિદ્ધ થાય તે અતીર્થસિદ્ધ કહેવાય. ઉ.ત. ઋષભદેવ ભગવાનનાં માતા મરુદેવા અતીર્થસિદ્ધ કહેવાય છે. (૩) તીર્થંકર સિદ્ધ(અજિનસિદ્ધ)- જેઓ તીર્થંકરપદ પામીને, તીર્થ પ્રવર્તાવ્યા પછી સિદ્ધગતિ પામે તે ‘તીર્થંકર સિદ્ધ' કહેવાય.. ઉ.ત. નેમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીરસ્વામી, વગેરે તીર્થંકર સિદ્ધ કહેવાય. (૪) અતીર્થંકર સિદ્ધ(જિનસિદ્ધ)- જે સામાન્ય કેવળીઓ હોય તે સિદ્ધ ગતિ પામે તેમને અતીર્થંકર સિદ્ધ કહેવામાં આવે છે. (૫) સ્વયંસંબુદ્ધ સિદ્ધ– જાતિ સ્મરણાદિ જ્ઞાન થતાં, ગુરુ વિના સ્વયં દીક્ષા ધારણ કરીને જેઓ સિદ્ધ થાય તે સ્વયંસંબુદ્ધ સિદ્ધ કહેવાય છે. ઉ.ત.કપિલ મુનિ. (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ -જેઓ ઘજા, વૃક્ષ, વૃષભ કે એવા કોઇ પદાર્થને વ્યક્તિને કે સ્થળ વગેરે જોઇ અનિત્યાદિ ભાવના ભાવતાં ભાવતાં, સ્વયં દીક્ષા લઇ કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહેવાય છે. ઉ.ત. કરકંડુ મુનિ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ હતા. (૭) બુદ્ઘબોધિત સિદ્ધ -જેઓ દીક્ષા લઇ આચાર્યાદિના પ્રતિબોધથી આત્મવિકાસ કરતાં કરતાં કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે બુદ્ધબોધિત સિદ્ધ કહેવાય. (૮) સ્ત્રીલિંગ સિદ્ધ–વેદ વિકારનો ક્ષય કરી, માત્રસ્ત્રીના અવયવ રૂપ શરીરથી સિદ્ધ થાય તે ‘સ્ત્રીલિંગ સિદ્ધ' કહેવાય. ઉ.ત. . ચંદનબાળા, મૃગાવત્તી વગેરે સ્ત્રીલિંગ કહેવાય છે. (૯) પુરુષલિંગ સિદ્ધ વેદ વિકારનો ક્ષય કરી, માત્ર પુરુષના અવયવ રૂપ શરીરથી સિદ્ધ થાય તે ‘પુરુષલિંગ સિદ્ધ' કહેવાય છે .. ઉ.ત. ગૌતમસ્વામી વગેરે ગણધરો પુરુષલિંગ સિદ્ધ કહેવાય છે. (૧૦) નપુંસકલિંગ સિદ્ધ – વેદ વિકારનો ક્ષય કરી, માત્ર નપુંસક એવા શરીરથી સિદ્ધ થાય તે ‘નપુંસકલિંગ સિદ્ધ' કહેવાય છે. ઉ.ત. ગાંગેય મુનિ નપુંસકલિંગ સિદ્ધ કહેવાય છે. (૧૧) સ્વલિંગ સિદ્ધ - સર્વવિરતિધર સાધુ, જેઓ મુહપત્તિ રજોહરણ ઈત્યાદિ સાધુનાં વેષ-ચિહ્નધારણ કરનાર સિદ્ધ થાય તે ‘સ્વલિંગ સિદ્ધ’ કહેવાય. ઉ.ત.જૈન સાધુઓ સ્વલિંગ સિદ્ધ કહેવાય. (૧૨) અન્યલિંગ સિદ્ધ – કોઇક વ્યક્તિ જૈન ધર્મની ન હોય, અન્ય ધર્મની હોય, અન્ય પ્રકારનો વેષ ધારણ કર્યો હોય પરંતુ દુષ્કર તપ વગેરે કરી વિભંગશાની થાય અને સંસારનું સ્વરૂપ તથા તત્ત્વ સમજાતાં, વિશુદ્ધ પરિણામે ચડતાં ચડતાં પરમ અવધિએ પહોંચે અને કેવળજ્ઞાન પામે અને આયુષ્ય પૂર્ણ થવામાં હોય અને સાધુનો વેષ ધારણ કરવા પહેલાં સિદ્ધ થાય તે · અન્યલિંગ સિદ્ધ' કહેવાય. ઉ.ત. વલ્કલચીરી ‘અન્યલિંગ સિદ્ધ' કહેવાય છે. ` (૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ – સર્વવિરતિધર સાધુ ન થયા હોય અને જેમને ગૃહસ્થપણામાં ધર્માચરણ કરતાં કરતાં, વિશુદ્ધ ભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન થાય અને સિદ્ધ થાય તે ‘ગૃહસ્થલિંગ સિદ્ધ’ કહેવાય. ઉ.ત. ભરત ચક્રવર્તી ગૃહસ્થલિંગ સિદ્ધ કહેવાય છે. (૧૪) એક સિદ્ધ – એક સમયમાં ફક્ત એક સિદ્ધ થાય તે એક સિદ્ધ કહેવાય, ઉ.ત. મહાવીરસ્વામી એક સિદ્ધ કહેવાય. ૯ (૧૫) અનેક સિદ્ઘ – એક સમયમા એક સાથે બેથી માંડીને ૧૦૮ સુધી સિદ્ધ થાય તે અનેક સિદ્ધ કહેવાય. ઉ.ત. ઋષભદેવ ભગવાન અનેક સિદ્ધ કહેવાય છે. એક સમયમાં ૧૦૮ થી વધુ સિદ્ધ થાય નહિ. (દિગંબરો સ્ત્રીલિંગ સિદ્ધ અને નપુસકલિંગ સિદ્ધમાં માનતા નથી.) શ્રી સિદ્ધ પરમાત્માનો મહિમા અને એમનાં મહત્ત્વનાં લક્ષણો દર્શાવતાં શાસ્ત્રકાર કહે છે. असरीरा जीवघणा उवउत्ता दंसणे अ नाणे अ । सागारमणागारं लकरवणमेअं तु सिद्धाणं ॥ केवलनाणुवउत्ता जाणंती सव्वभावगुणभावे । पासंति सव्वओ खलु केवल दिठ्ठीहिणंताहिं ॥ [ અશરીરી (શરીરવિનાના), જીવના પ્રદેશો વડે ઘન, દર્શન અને જ્ઞાનમાં ઉપયુક્ત તથા સાકારી અને અનાકારી એ સિદ્ધોનું લક્ષણ છે. તેઓ કેવળજ્ઞાનમાં ઉપયુક્ત હોવાથી સર્વ ભાવોના ગુણપર્યાયને જાણી રહ્યા છે તથા તેને જ અનન્ત એવી કેવળદૃષ્ટિ વડે જોઇ રહ્યા છે.] સિદ્ધ ભગવંતો અમૂર્ત છે, અદૃષ્ટ છે. એ દૃષ્ટિ એ તેઓ નિચકારી છે અને તેમની અવગાહના તેમના ચરમ શરીર અનુસાર હોય છે માટે તેઓ સાકારી છે. ‘સિરિ સિરિવાલ કહા' માં શ્રી રત્નશેખર સૂરિ કહે છે. 'जे अ अनंता अपुणष्भवाय असरीरया अंणाबाधा । दंसण नाणुवत्ता ते सिद्धा दिंतु मे सिद्धिं ॥Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 136