Book Title: Plateonu adarsh nagar
Author(s): Pranjivan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 10
________________ કૌંસમાં મૂકયાં છે, અને જે વસ્તુ મૂળમાં કૌંસમાં હોય તેને મેટા કૌંસમાં આપેલી છે, કે જેથી અંગ્રેજી પુસ્તકમાંની મૂળ વસ્તુ કેટલી છે તેનેા ખયાલ વાચકને આવે. ભાષાંતરની પહેલી આવૃત્તિ પ્રેસમાં ગઈ ત્યાર પહેલાં પ્રા. અળવ તરાય ઠાકાર ભાષાન્તર જોઈ ગયા હતા અને ઘણી જગ્યાએ તેમણે સૂચન કરેલાં તે માટે તેમને અહીં ફરીથી આભાર માનું છું. વળી ભાષાન્તર કર્યાં પછી મૂળની સાથે તેને ફરીથી સરખાવવા જેવા કંટાળાભરેલા કાર્યોંમાં મને જેમણે પહેલી તેમજ આ બીજી આવૃત્તિમાં મદદ આપી છે તેમની ઇચ્છાનુસાર નામ આપ્યા વગર એમના અહી’ આભાર માનું છું. આખું ભાષાન્તર અમુક એ વાંચવાનું છે, તે ભાગ્યે જ વિદ્વાન વાચક વને કહેવાની જરૂર હોય, અને આ રીતે વાંચતાં ગુજરાતી ભાષાન્તર ગુજરાતી લાગે અને છતાં પ્રાચીન ગ્રીક સંસ્કૃતિ અને પ્લેટાની ફિલસૂફીનું એમાં દર્શીન થાય એ રીતે પુસ્તક ગુજરાતીમાં ઉતારવાના પ્રયત્ન કર્યાં છે. ગ્રીક ફિલસૂફીના ટૂંકા પ્રતિહાસ, તેમાં પ્લેટાની ફિલસૂફીનું સ્થાન તથા પ્લેટાના આદર્શો નગર'નું પૃથક્કરણ – આ તમામ વિગતાને સમાવી લેતેા ઉપાદ્ધાત પ્લેટાની ફિલસૂફીના અભ્યાસમાં મદદરૂપ થાય તે માટે આપેલા છે. આવા કામ માટે જે શાંતિ જોઈ એ તે પહેલી આવૃતિ વખતે કે આ ખીજી આવૃતિ વખતે પણ નહેાતી અને બીજા કામના અનેક વિક્ષેપે। આડે આ કામ કરવું પડ્યુ છે. આથી પુસ્તકમાં જે ઊણુપે રહી ગઈ હાય તે પ્રત્યે ગુજરાતના વિદ્વાન વાચક વર્ગ ઉદારતાની નજરે જોશે એમ આશા રાખું છું, અને તે પ્રત્યે જો તેએ મારું ધ્યાન ખેંચશે તેા હું અધિક આભારી થઈશ. પ્રાણજીન વિશ્વનાથ પાઠક " ‘ હિર-નાવ ’, નવરંગપુરા, અમદાવાદ–૯

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 670