________________
બે બાલ.
જગતભરના સર્વ જીવનમાં શ્રેષ્ઠ જીવન તે મુનિજીવન છે. અને આ મુનિ જીવન જીવનાર મુનિ મહાત્માઓની પ્રસન્નતા પરિચય અને આશીર્વાદ કલ્યાણકારી છે તે નિર્વિવાદ છે.
આ મુનિ મહાત્માઓની પ્રસન્નતા સૌ કઈ સદાકાળ છે તેમાં શંકાને સ્થાન જ ન હોય. છતાં કઈ પણનું દીલ દુભાવવાની વૃત્તિને સ્થાન આપ્યા વિના સાચું સમજાયા પછી સાચું કહેતાં કે જણાવતાં દીલ દુભાય તેને માટે નિરૂપાય થયા સિવાય શું બને ? સં. ૧૯૯૨ અને સં. ૧૯૪ માં વર્તમાન તિથિમતભેદ ઉભું થયે ત્યારે હું પેપનાં આવતાં લખાણો છૂટા છવાયાં વાંચતા હતા. પરંતુ તે વખતે સ્વતંત્ર કેઈ જાતને વિચાર કરવાનો પ્રસંગ કે વિચારણા નહોતી થઈ. તે વખતે તે માત્ર એટલાજ નિર્ણય ઉપર હતો કે જ્યાં આપણે રહેતા હેઈએ ત્યાં જે મુનિરાજ હોય તે પ્રમાણે આપણે પ્રતિક્રમણદિ કરી લેવાં. આ છતાં ઉડે ઉડે પ્રાચીન પ્રણાલિકા વગર વિચારે શા માટે છોડવી તે દશા હેવાથી સં. ૧૯૬માં મેં મારા રવ. પિતાશ્રીના નામના પંચાંગે અસલ મુજબ જ છપાવ્યાં હતાં.
શરૂઆતમાં મેં સં. ૧૯૯૮ માં આ ચર્ચાની વસ્તુસ્થિતિને સમજવા આ ચર્ચામાં પ્રવેશ કર્યો હતો પણ તે દીવસે તો તેની ત્યાં સુધી રઢ લાગી કે એકેક સાહિત્ય અને સાધન એકઠું કરવાની અને જાણવાની તમન્ના થઈ અને જેને લઈ આ ગ્રંથ સંપાદનનું કાર્ય મારે શિરે આવ્યું. - આ ગ્રંથ સંપાદનમાં મુનિશ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) પૂ. આ. વિજયભક્તિસૂરીશ્વરજીના શિષ્ય મુનિશ્રી પ્રેમવિજયજી મહારાજ વિગેરેની સલાહ સૂચના અને શેઠ શ્રી ચીમનભાઇ મંગળદાસની પ્રત્યેક કાર્યની ધગશ ખુબજ ઉપયોગી નીવડયાં છે માટે તેને હું આભાર માનું છું.
દષ્ટિદેષ, વધુ પડતા કાર્ય અને બહારગામની અવરજવરને કારણે આ ગ્રંથમાં કેટલીક ક્ષતિઓ રહી જવા પામી હોય તે બદલ વાંચકેની ક્ષમા યાચું છું.
આ ગ્રંથના સાદ્યત અધ્યયન બાદ શાસ્ત્રાનુલક્ષી પ્રાચીન પરંપરામાં સ્થિર રહી પરાધનમાં સૌ કોઈ ઉદ્યત બને તે ભાવના સાથે આ ગ્રંથમાં કોઈપણ છદ્રસ્થભાવને લઈ વિપરીત કે વધુ ઓછું લખાયું હોય તેની ક્ષમા યાચું છું. ૩-૨-૪૫
પંડિત મફતલાલ ઝવેરચંદ.
ખેતરપાળની પોળ–અમદાવાદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org